Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»આપણાં સપનાં આપણાં કરતાં વધુ બહાદુર હોય છે: Sanjana Sanghi
    મનોરંજન

    આપણાં સપનાં આપણાં કરતાં વધુ બહાદુર હોય છે: Sanjana Sanghi

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026Updated:July 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સાચી સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિઓમાં નહીં, પરંતુ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં પણ રહેલી છે

    Mumbai, તા.૧૪

    એક્ટ્રેસ સંજના સાંઘીએ તાજેતરમાં યુએનડીપીના સહયોગથી યોજાયેલા એક વૈશ્વિક કાર્યક્રમમાં પોતાનાં જીવન અને ફિલ્મની સફર અંગે વાત કરી હતી. બાળપણની મુશ્કેલીઓ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે સામનો કરવો પડ્યો એવા પડકારો અને જીવનનાં મહત્વના વળાંકો વિશે વાત કરી હતી. તેણે યુવાનોને પોતાનાં સપનાઓ પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપ્યો.સંજના સાંઘીએ જણાવ્યું કે તેની અભિનય સફરની શરૂઆત બિલકુલ અણધારી રીતે થઈ હતી. તેણે કહ્યું, “હું સ્કૂલમાં શાસ્ત્રીય નૃત્ય શીખતી હતી અને માત્ર આનંદ માટે એન્યુઅલ ફંક્શનમાં ભાગ લેતી હતી. ત્યારે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે બોલિવૂડના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર અમારી સ્કૂલમાં આવશે અને માત્ર ૧૩ વર્ષની ઉંમરે મને ફિલ્મ માટે પસંદ કરશે.”તેણે જણાવ્યું કે આ રીતે તેને ‘રોકસ્ટાર’ ફિલ્મમાં કામ કરવાની તક મળી. એટલી નાની ઉંમરે ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કરવો સરળ નહોતો, પરંતુ વર્ષોનાં નૃત્યનાં અભ્યાસથી મળેલી શિસ્ત, મહેનત અને નમ્રતાએ તેને અનુભવી કલાકારો વચ્ચે પણ આત્મવિશ્વાસ સાથે કામ કરવાની શક્તિ આપી હતી. સંજના સાંઘીએ પોતાનાં બાળપણનાં દિવસોને યાદ કરતાં કહ્યું કે તેનાં માતા-પિતાએ હંમેશા દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં. તેણે કહ્યું, “જ્યારે હું સાત વર્ષની હતી ત્યારે મારા પિતા ઇચ્છતા હતા કે હું કથક શીખું અને મારી મા ઇચ્છતી હતી કે હું કન્ટેમ્પરરી જૅઝ શીખું. બંનેમાંથી એક પસંદ કરવાને બદલે મેં એકાંતરે દિવસે બંને નૃત્યશૈલીઓ શીખવાનું શરૂ કર્યું.”તેણે સ્વીકાર્યું કે શરૂઆતમાં બધઉં એકસાથે કરવાનું પ્રેશર લાગતું હતું, પરંતુ ધીમે-ધીમે તેને ડાન્સિંગ પ્રત્યે પ્રેમ થયો અને સમજાયું કે આ પ્રક્રિયાએ તેનાં વ્યક્તિત્વમાં શિસ્ત અને કઠોર મહેનત કરવાની ભાવના વિકસાવી, જે આગળ જઈને જીવનના સૌથી પડકારજનક સમયમાં કામ આવી.પોતાનાં જીવનનાં સૌથી મહત્વના તબક્કા વિશે વાત કરતાં સંજનાએ જણાવ્યું કે જ્યારે તે ૧૨મા ધોરણમાં હતી ત્યારે તેને પહેલી વખત લીડ એક્ટર તરીકે ફિલ્મ મળી હતી. તેણે કહ્યું, “તે મારા સ્કૂલનાં અંતિમ વર્ષનો સમય હતું અને એ પરિણામ મારા ભવિષ્ય માટે ખુબ મહત્વનું હતું. છતાં મેં ફિલ્મ કરવાનો નિર્ણય લીધો. સાથે જ મેં નક્કી કર્યું કે મારા સપનાની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પણ હું સંપુર્ણ મહેનત કરીશ.” સંજના જણાવે છે કે તેને પોતાનાં સપનાની કોલેજમાં પ્રવેશ મળી ગયો, પરંતુ જે ફિલ્મમાં તેણે લીડ રોલ કર્યો હતો, તે ૧૧ વર્ષ સુધી રિલીઝ જ થઈ નહીં.સિનેમા ઉપરાંત સંજનાએ સમાજ માટે સકારાત્મક યોગદાન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેણે યુવાનોને સંદેશ આપ્યો કે સફળતા હંમેશા સીધા માર્ગે મળતી નથી. તેણે કહ્યું કે “આપણા સપનાઓ આપણા કરતાં વધુ બહાદુર હોય છે.” અને સાચી સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિઓમાં નહીં, પરંતુ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં પણ રહેલી છે.

    Sanjana Sanghi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    પોર્નોગ્રાફીના આરોપોમાં જો દોષિત ઠરીશ તો હું મારો જીવ આપી દઈશ,” Raj Kundra

    July 17, 2026
    મનોરંજન

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026
    મનોરંજન

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026
    મનોરંજન

    Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું

    July 17, 2026
    મનોરંજન

    Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી

    July 17, 2026
    મનોરંજન

    ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.