સાડા ત્રણ માસ પૂર્વે નજીવી બાબતે યુવક ઉપર હથિયાર વડે તૂટી પડ્યા હતા
Rajkot તા.૧૪
શહેરના પ્રે.નગર પોલીસ મથકના ચોપડે હુમલો કરવાના ગુનામાં નાસતો ફરતો જીગ્નેશ ઉર્ફેક કાળો ધોરાળીયા ની ક્રાઈમ બ્રાન્ચએ અટકાયત કરી આજીડેમ પોલીસ મતકને સોંપવા તજવીજ હાથ ધરી છે વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરી કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે પેરોલ ફર્લોના પી.આઈ કે કે ગોહિલના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજીડેમ પોલીસ મથકના ચોપડે પીઠળ આઈ સોસાયટી રામાપીર મંદિરની પાછળ રહેતો જીગ્નેશ ઉર્ફેક કાળો ભગુ ધોરાડીયા નામના શખ્સ પોતાના ઘર નજીક હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ એસવી કાસુરા અને ટીમ ઘસી જાય તેની અટકાયત કરી આજીડેમ પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરે છે. આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

