બાટલો ચડાવવા ૧૫ વખત પંચર કર્યા છતાં નસ ન મળતા બેભાન કર્યા વગર છાતીમાં સોય નાખી, ટાંકા વગર ઘા ખુલ્લો રાખ્યો
દર્દીના પુત્રનો આક્ષેપ, તાર બહાર દેખાય છે છતાં સિનિયર તબીબ આવ્યા નથી, ફાઈલ-નામ ન અપાતા પોલીસ ફરિયાદની માંગ!‘‘
Rajkot તા.૨૬ઃ
Rajkot સિવિલ હોસ્પિટલ ફરી એકવાર તબીબોની ગંભીર બેદરકારીના કારણે વિવાદમાં આવી છે. ગાંઠનું ઓપરેશન કરાવવા માટે આવેલા દર્દીની વેન ન મળતા દર્દીને છાતીના ભાગે ચેકો મારીને તાર નાખવામાં આવ્યો હતો, પરંતુ તારને બહાર કાઢવાને બદલે અંદર જ રાખી દેવામાં આવ્યો હતો અને તાર નાખેલ જગ્યાએ ટાંકા લેવા નથી આવ્યા અને દર્દીને તેની પીડા થતી હોવાનો પરિવારે સિવિલ હોસ્પિટલની બેદરકારી થયા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં ગત તા ૨૦ ના રોજ દિલીપભાઈ બારોટ દાખલ થયા હતા ગાંઠના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા સારવાર દરમિયાન દર્દીને બાટલો ચડાવવા માટે નિડલ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ૧૫-૧૫ વખત પંચર કરવા છતાં તે ચડી નહોતી. ત્યારબાદ તબીબોએ દર્દીને બેભાન કર્યા વગર જ છાતીના ભાગે સોય નાખી હતી. આ પ્રક્રિયા દરમિયાન સોયમાં રહેલો તાર (વાયર) અંદર હાડકામાં વીંટાઈ ગયો હતો. હાલમાં આ તાર બે વેંત જેટલો બહાર છે દર્દીના પુત્રએ સંજય બારોટે વધુમાં જણાવ્યું હતું કે, તાર અંદર ફસાઈ જતાં તબીબોએ છાતીના ભાગે ચેકો મારીને તેને ખેંચીને બહાર કાઢવા પ્રયત્નો કર્યા હતા હાલ તાર દર્દીના છાતીના ભાગે દેખાઈ છે ચેકો માર્યા બાદ ટાંકા લેવાના બદલે ઘાને ખુલ્લો રાખવા આવ્યો, ડ્રેસિંગ માટે લાંબો સમય ન કર્યું અને દર્દી ને અમદાવાદ ટ્રાન્સફર માટે જવાનું કહ્યું હતું અને સિનિયર ડૉક્ટર ગઈ કાલથી આવ્યા નથી.હોસ્પિટલ દ્વારા ડોક્ટરનું નામ અને ફાઇલ ન અપાવી આપવું. જેવી બાબતે દર્દીના પુત્રએ વહીવટી વિભાગની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને બેદરકારી દાખવનાર વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી
આઈવી લાઈન મળતી નહીં હોવાથી વૈકલ્પિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હશે : અધિક્ષક કમલ ડોડીયા
સિવિલ હોસ્પિટલમાં દર્દીના છાતીના ભાગે તાર ફસાઈ જવાના ગંભીર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કમલ ડોડીયાએ જણાવેલ કે આ વાત દર્દીના સગા કહેતા હશે પરંતુ સાચું શું છે તે તપાસનો વિષય છે, હાલ દર્દીને પ્રાથમિક ટ્રીટમેન્ટ અત્યારે જ આપવામાં આવશે તેમજ દર્દીનું નામ અને કયા ડોક્ટર દ્વારા દર્દીની સારવાર કરી છે સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીની શારીરિક સ્થિતિને કારણે આઈવી લાઈન સરળતાથી મળતી નહીં હોવાથી ડોક્ટરે વૈકલ્પિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. દર્દીને થયેલી પીડા બદલ દુઃખ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે, કોઈપણ ડોક્ટર ખુશીથી આવું ન કરે, પરંતુ આ ઘટના ડોક્ટરની બેદરકારી છે કે પછી ઓપરેશનની પ્રક્રિયાનો ભાગ (કોમ્પ્લિકેશન), તે મામલે તપાસ કરવામાં આવશે તેવી જણાવ્યું હતું

