પીસીબીએ દરોડો પાડી ગ્રીનલેન્ડ ચોકડી નજીક કારમાંથી ૫૨૮ નંગ બોટલ દારૂ કબજે કર્યો તો
Rajkot તા.૧૫
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી જવાના રસ્તે કારમાંથી ૫૨૮ નંગ બોટલદારૂના ગુનામાં જેલ હવાલે રહેલા બુટલેગર સુનિલ ઉર્ફે ચૂકો હકાભાઇ સાકરીયાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ પીસીબી શાખાનો સ્ટાફ ગ્રીનલેન્ડ ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા ત્યારે શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ સાગર ચોક આરએમસી ક્વાર્ટરમાં રહેતો સુનિલ ઉર્ફે ચૂકો હકાભાઇ સાકરીયા નામનો શખ્સ વિદેશી દારૂ ના જથ્થા સાથે કારમાં આવી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે ગોંડલ ચોકડી જવાના રસ્તે વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત કાર પૂરપાટ ઝડપે આવતા તેના અટકાવી કારની તપાસ કરતા કિંમત ૧, ૭૭,૯૩૬ની કિંમતની ૫૨૮ નંગ બોટલદારૂ મળી આવતા
સુનિલ ઉર્ફે ચૂકો સાકરીયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા. જેલ હવાલે કર્યો હતો. જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી મોટી માત્રામાં દારૂની બોટલ સાથે પકડાયેલ છે. દારૂની હેરાફેરી ના ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં અને આરોપી સામે પ્રોહીબીશનના આઠ ગુના નોંધાયેલા છે અને જો તેને જામીન આપવામાં આવશે તો તે ફરી આવા ગુના આચરશે અને તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં તેથી જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી.ઉપરોક્ત રજૂઆત ને ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતા

