Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ
    સૌરાષ્ટ્ર

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૫

    જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ગોંડલ ડિવિઝનની ડીવાય એસપી કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના પોતાના રહેણાંક મકાનમાં જ મોટાપાયે જુગારધામ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાયની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને લાખોની રોકડ સાથે ૧૩ મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડી છે, જ્યારે આરોપી હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે. આ ઘટના બાદ એસપી દ્વારા કડક પગલાં ભરીને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ડી-સ્ટાફના ૬ કર્મચારીઓની બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

    સમગ્ર મામલાની વિગત એવી છે કે, રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમના પીએસઆઇ બી. સી. મિયાત્રાને ચોક્કસ માહિતી મળી હતી કે, ગોંડલ શહેરના ભવનાથ નગર દત્તાત્રેય મંદિર પાસે આવેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં બહારથી લોકોને બોલાવીને તીન પત્તીનો જુગાર રમાડવામાં આવે છે. આ જુગારધામમાં રમાતી દરેક રમતમાંથી કમિશન પેટે નાળ પણ વસૂલવામાં આવતું હતું.

    આ બાતમીના આધારે ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ ડીઆઈજીની ટીમે મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સ્થળ પર હાજર ન મળી આવતા તેઓ ફરાર હોવાનું નોંધાયું છે, પરંતુ સ્થળ પરથી હેડ કોન્સ્ટેબલના પત્ની સહિત કુલ ૧૩ મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.

    પોલીસે સ્થળ પરથી ૧,૩૫,૯૦૦ની રોકડ રકમ અને ૫૨ ગંજીપત્તાના પાનાં કબ્જે કર્યા છે. આ મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલના ઘરમાં જ જુગારધામ ચાલતું હોવાની આ ગંભીર ઘટનાની નોંધ લઈને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક અસરથી કડક કાયદાકીય અને વહીવટી પગલાં ભરવામાં આવ્યા છે.

    આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્થાનિક પોલીસની બેદરકારી અથવા મીલીભગત સામે આવતા એસપીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ (ડી સ્ટાફ)માં ફરજ બજાવતા છ જેટલા પોલીસ કર્મચારીઓની જાહેર હિતમાં પોલીસ હેડ ક્વાટર ખાતે બદલી કરી નાખી છે.

    ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ સામે રેન્જ ડીઆઈજીની ટીમ સતત કડક કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાના બે દિવસ પૂર્વે જ નિર્લિપ્ત રાયની ટીમે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢાળા ગામ નજીક પણ એક મોટો દરોડો પાડ્યો હતો. જ્યાં ઘોડી-પાસાનો જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા, જ્યારે પાંચ આરોપીઓ નાસી છૂટ્યા હતા. જસદણના દરોડા દરમિયાન પોલીસે રોકડ ૬૧,૧૦૦, ત્રણ મોબાઇલ, ઘોડી-પાસા, એક ઇકો કાર અને એક મોટરસાયકલ સહિત કુલ ૪,૭૧,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.

    Gondal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleગુજરાતના CM Bhupendra Patelએ આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો
    Next Article Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    અમરેલી

    Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ

    October 15, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ હરાજીમાં ૭.૦૯ કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ

    October 15, 2026
    સૌરાષ્ટ્ર

    Babra નગરપાલિકાના પાણી વિતરણમાં કાપથી શહેરીજનોમાં રોષ

    October 15, 2026
    અમરેલી

    Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,930
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,330
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 13:23
    Categories
    Latest News

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી: કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khanએ ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.