Junagadh તા. ૧૬
જૂનાગઢ – વંથલી રોડ પર કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા કેશોદના આશાસ્પદ યુવકનું ગંભીર ઈજાઓ થતા કરુણ મોત નિપજયુ હતું. કેશોદનો ૨૨ વર્ષીય યુવક, અંકેશ ધીરજલાલ પરમાર પોતાની બુલેટ મોટર સાયકલ પર રાત્રીના સમયે જૂનાગઢથી કેશોદ તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન રોડની સાઈડમાં આવેલ બાવડની ઝાંડની ડાળી અંકેશના ચહેરા સાથે અથડાતા અંકેશે બુલેટ પરથી કાબુ ગુમાવતા બુલેટ સ્લીપ થયું હતું, જેને કારણે અંકેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજયુ હતું. આ ઘટનાની જાણ થતાં વંથલી પોલીસ એ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

