Dehradun,તા,21
ઉત્તરાખંડના દેહરાદુનમાં રહેતી દીપ્તિ સિંહ નામની દિવ્યાંગ યુવતીએ ભગવાન શ્રી રામ માટેની અનન્ય આસ્થાથી પ્રેરાઇને રામનામની સાધના કરી હતી. વર્ષોથી ચાલતી આ સાધના અંતર્ગત દીપ્તિ 44 લાખવાર રામનું નામ લખી ચૂકી છે.
હાલમાં તેણે ઘરમાં જ એક રામભજનની સંધ્યા યોજીને આ રામનામની પોથીઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો. માનસિક રીતે અક્ષમ હોવા છતાં દિપ્તીએ જીવનનો અધિકાંશ સમય રામનામનું લેખન અને પૂજાપાઠ કરવામાં વિતાવ્યો છે.
અત્યાર સુધીમાં 400 નોટબુક ભરીને તેણે રામનામ લખ્યું છે. દરેક નોટબુકમાં 11000 વાર રામ રામ લખ્યું છે. પરિવારનું કહેવું છે કે આ માત્ર રામનામનું લેખન નથી, વર્ષોથી ચાલતી નિરંતર સાધના છે.
તાજેતરમાં યોજેલી રામધૂનની સંધ્યામાં ભાવિકો તરફથી લગભગ 35000 રુપિયાનો ચડાવો મળ્યો હતો. દિપ્તીએ એ ચડાવો પણ રામ મંદિરમાં સમર્પિત કર્યો છે.

