New York,તા.21
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં રવિવારે સ્પેન જીતી જતાં એના ખેલાડીઓને જ તોતિંગ આર્થિક લાભ થયો છે એવું નથી, કારણકે પોર્નોગ્રાફી ફિલ્મોની ભૂતપૂર્વ અભિનેત્રી તથા લેબનન-અમેરિકાની જાણીતી મીડિયા પર્સન તેમ જ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર મિઆ ખલીફા પણ કરોડો રૂપિયા કમાઈ છે.
મિઆ ખલીફાએ સ્પેન-આર્જેન્ટિના ફાઇનલ પહેલાં 10 લાખ ડોલર (આશરે 8.5 કરોડ રૂપિયા)નો સટ્ટો લગાવ્યો હતો. તેની ધારણા સાચી પડી અને સ્પેન ચેમ્પિયન બની ગયું. તેણે જે બેટ લગાવી હતી એમાં જીતી જતાં તેને 16.5 લાખ ડોલર (અંદાજે 14 કરોડ રૂપિયા) મળ્યા. બીજી રીતે કહીએ તો મિઆને લગભગ 5.5 લાખ ડોલર (આશરે 4.7 કરોડ રૂપિયા)નો સીધો ફાયદો થયો. મિઆએ ફાઇનલ બાદ ન્યૂ જર્સી સ્ટેડિયમમાંથી જ પોતાની ઘણી તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.
તેણે સ્પેનના ટીનેજ સ્ટાર લેમિન યમાલની જર્સી પહેરી હતી. એ સાથે તેણે પોતાની જીતવાળી શરતનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો હતો અને મજાકિયા અંદાજમાં લખ્યું, ‘મને ખાતરી હતી અને હું મોટા સ્તરે જીતી ગઈ. મને હોમ-કન્ટ્રી સ્પેન પર ગર્વ છે. જોકે મારી નસમાં સ્પેનનું રતીભાર રક્ત નથી.’ તેની આ પોસ્ટ પર લાખો લોકોએ લાઇક અને કમેન્ટ કર્યા છે.

