બટલરના નામે હવે ૧૪,૫૭૨ રન નોંધાયા છે
Lord’s, તા.૨૪
લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી ધ હન્ડ્રેડ ૨૦૨૬ ટૂર્નામેન્ટની એક રોમાંચક મેચ દરમિયાન ક્રિકેટ ઇતિહાસનો એક મોટો રેકોર્ડ તૂટી ગયો છે. ઇંગ્લેન્ડ ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે ્૨૦ ક્રિકેટમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી રમી રહેલા જોસ બટલરે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ અને પૂર્વ ઓપનર ક્રિસ ગેલને પાછળ છોડીને વિશ્વમાં બીજા સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બનવાનું ગૌરવ મેળવ્યું છે.
લંડન સ્પિરિટ સામેની મેચમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની ટીમે ૭ રનથી નજીવો વિજય મેળવ્યો હતો. આ મેચમાં જોસ બટલરે ભલે મોટી ઇનિંગ્સ ન રમી હોય અને માત્ર ૧૧ બોલમાં ૧૬ રન (૧ ચોગ્ગો અને ૧ છગ્ગો) બનાવીને આઉટ થયો હોય, પરંતુ આ ટૂંકી ઇનિંગ્સ તેના માટે ઐતિહાસિક સાબિત થઈ હતી. આ ૧૬ રનની મદદથી તેણે ક્રિસ ગેલના વર્ષો જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો.
જોસ બટલરના નામે હવે ્૨૦ ક્રિકેટની ૪૮૭ ઇનિંગ્સમાં ૧૪૬.૭૪ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે કુલ ૧૪,૫૭૨ રન નોંધાઈ ચૂક્યા છે. તેના ્૨૦ કરિયરમાં ૯ સદી અને ૧૦૨ અર્ધસદી સામેલ છે, જે તેની સાતત્યપૂર્ણ બેટિંગની સાક્ષી પૂરે છે. બીજી તરફ, રેકોર્ડબુકમાં ત્રીજા સ્થાને સરકી ગયેલા વેસ્ટ ઇન્ડિઝના યુનિવર્સ બોસ ક્રિસ ગેલે પોતાના કરિયરની ૪૫૫ ઇનિંગ્સમાં ૧૪૪.૭૫ ના સ્ટ્રાઇક રેટથી ૧૪,૫૬૨ રન બનાવ્યા હતા, જેમાં ૨૨ સદી અને ૮૮ અર્ધસદીનો સમાવેશ થાય છે.
વિશ્વમાં સૌથી વધુ ્૨૦ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડના નામે છે. પોલાર્ડે ૬૬૩ ઇનિંગ્સમાં ૧૪,૮૦૩ રન બનાવ્યા છે. જોસ બટલર હવે આ વૈશ્વિક યાદીમાં પ્રથમ સ્થાને પહોંચવાથી માત્ર ૨૩૧ રન જ દૂર છે.
્૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના પાંચ બેટ્સમેનમાં એક પણ ભારતીય નહીં
કિરોન પોલાર્ડ (વેસ્ટ ઇન્ડિઝ) – ૧૪,૮૦૩ રન
જોસ બટલર (ઇંગ્લેન્ડ) – ૧૪,૫૭૨ રન
ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ) – ૧૪,૫૬૨ રન
એલેક્સ હેલ્સ (ઇંગ્લેન્ડ) – ૧૪,૪૪૯ રન
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – ૧૪,૨૮૪ રન
વિરાટ કોહલી (ભારત) – ૧૪,૨૧૮ રન
જોસ બટલર માટે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે છેલ્લા ૧૮ મહિના તેના માટે ભારે ઉતાર-ચઢાવવાળા રહ્યા હતા. ૈંઝ્રઝ્ર મેન્સ ્૨૦ વર્લ્ડ કપમાં તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો અને ૮ ઇનિંગ્સમાં માત્ર ૮૭ રન જ બનાવી શક્યો હતો. જોકે, વર્ષ ૨૦૨૬માં તેણે જોરદાર વાપસી કરી છે.
ૈંઁન્માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે ૧૫૨.૪૬ના સ્ટ્રાઇક રેટથી ૫૨૬ રન ફટકાર્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત સામેની અંતિમ ્૨૦ મેચમાં માત્ર ૬૪ બોલમાં અણનમ ૧૩૧ રનની તોફાની ઇનિંગ્સ રમીને તેણે પોતાના જૂના ફોર્મની ઝાંખી કરાવી હતી.

