સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓને દેશના દુશ્મન ગણે છે પરંતુ તેઓ આપણા બાળકો છે, ગુનેહગારો નહીં
New Delhi, તા.૨૪
નીટ પરીક્ષા વિવાદ અને શિક્ષણ વ્યવસ્થાને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એવો વ્યવહાર કર્યો કે જાણે તેઓ દેશનું ભવિષ્ય નહીં પરંતુ દુશ્મન હોય. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓની માંગણી ફક્ત જવાબદારી નક્કી કરવા અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવાની હતી પરંતુ તેની જગ્યાએ તેમના પર બળપ્રયોગ કરાયો.
એક રાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત પોતાના લેખમાં સોનિયા ગાંધીએ ૨૦ જુલાઈના રોજ દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી માર્ચનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે દિવસે પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડ્યા. તેમના જણાવ્યાં મુજબ આ કાર્યવાહીમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા અને કેટલાક એવા યુવાઓને પણ છોડવામાં ન આવ્યા જે પ્રદર્શન પૂરું થયા બાદ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે લોકશાહી દેશમાં વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવાની જગ્યાએ તેમને દબાવવાની કોશિશ થઈ, જે ખુબ ચિંતાજનક છે.
સોનિયા ગાંધીએ સરકારને અપીલ કરી કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી તરત રોકવામાં આવે અને તેમની સાથે વાતચીતનો રસ્તો અપનાવવામાં આવે. તેમણે કહ્યું કે આ દેશના દીકરા દીકરીઓ છે, જેમની ચિંતાઓને સમજવી એ સરકારની જવાબદારી છે. તેમના જણાવ્યાં મુજબ વિદ્યાર્થીઓની માંગણી કોઈ રાજકીય એજન્ડાનો ભાગ નહીં પરંતુ પરીક્ષા પદ્ધતિમાં પારદર્શકતા અને શિક્ષણ સુધાર સાથે જોડાયેલી છે.
પોતાના લેખમાં સોનિયા ગાંધીએ શિક્ષણ ક્ષેત્રમાં સરકારી રોકાણ વિશે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્કૂલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના બજેટમાં કાપ મૂકાયો છે. આ સાથે જ મોટી સંખ્યામાં સરકારી શાળાઓ બંધ થઈ જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા વધી છે.
તેમણે આરોપ લગાવ્યો કે યુજીસી તરફથી યુનિવર્સિટીઓને મળનારી આર્થિક મદદ ઘટવાના કારણે અનેક સંસ્થાનોએ વધારવી પડી જેની સીધી અસર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર પડી છે.
સોનિયા ગાંધીએ દ્ગ્છની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે પહેલા યુનિવર્સિટી અને રાજ્યો પોતાની જરૂરીયાત પ્રમાણે પરીક્ષાઓ યોજતા હતા. પરંતુ હવે મોટાભાગની પરીક્ષાઓ એક કેન્દ્રીયકૃત વ્યવસ્થા હેઠળ યોજાય છે. તેમણે આરોપ લગાવ્યો કે દ્ગ્છ સંસાધનો અને કર્મચારીઓની કમી સામે ઝઝૂમી રહી છે તથા પરીક્ષા સચાલન માટે ખાનગી એજન્સીઓ પર નિર્ભર છે. તેમણે એવો પણ દાવો કર્યો કે છેલ્લા ૧૨ વર્ષોમાં દેશભરમાં ૧૫૨ કથિત પેપર લીકના મામલા સામે આવ્યા છે. જેમાંથી અનેક દ્ગ્છ સંલગ્ન પરીક્ષાઓ સંબંધિત જણાવવામાં આવ્યા.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ઉચ્ચ શિક્ષણનો વધતો ખર્ચો અને યુવાઓમાં બેરોજગારીની સમસ્યાએ વિદ્યાર્થીઓની ચિંતા વધારી છે. તેમના જણાવ્યાં મુજબ અભ્યાસ પૂરો કર્યા બાદ ગુણવત્તાપૂર્ણ નોકરીઓની કમી અને મર્યાદિત તકોના કારણે યુવાઓમાં નિરાશા વધી રહી છે. તેમણે દાવો કર્યો કે સ્નાતક યુવાઓ વચ્ચે બેરોજગારીનો દર છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ ૪૦ ટકાની આસપાસ રહ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓ પર વધારાનું માનસિક અને આર્થિક દબાણ વધ્યું છે.

