Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા
    • Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    • T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ
    • New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ
    • New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ
    • New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ
    • Ahmedabad આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે
    • Ahmedabad: ‘હકીકત કહીશ તો દવા પી મરી જઈશ, છોકરાને બાપ વિનાનો કરી નાખીશ’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    ગુજરાત

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભાભરમાં છાતીસમા પાણી, કડીમાં ૭ ઈંચથી વધુ વરસાદ

    Gandhinagar, તા.૨૪

    ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ પૂરજોશમાં શરુ થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પોતાની તોફાની ઈનિંગ શરૂ કરી દીધી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વહીવટી તંત્રે ૧૯ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે.

    ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા બે કલાકમાં વાવ-થરાદના દિયોદર તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભાભર, ધનસુરા (અરવલ્લી), લીલિયા (અમરેલી) અને સાંતલપુર (પાટણ) તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે ૩૮,૬૫૩ થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. ૫,૫૪૭ થી વધુ ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું. નવસારી, વલસાડ અને તાપીમાં કોસ્ટ ગાર્ડ દ્વારા એરિયલ સર્વે તેમજ બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ. દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લ ની ટીમો રાજ્યભરમાં કુલ ૪૯ ટીમો કટોકટી માટે તૈનાત. ઇન્ડિયન આર્મીની અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે સેનાની ૦૬ ટીમો (પ્રત્યેક સ્થળે ૨-૨ ટીમો) ડિપ્લોય.

    ઉત્તર ગુજરાતના વાવ અને થરાદ પંથકમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દિયોદરમાં માત્ર ૪ કલાકમાં જ ૬ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી ફરી વળ્યા. ભાભરમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. રાત્રે પડેલા મુસળધાર વરસાદને કારણે લાઠી બજાર જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યાં છાતી સુધી પાણી ભરાઈ જતાં ઘરો અને દુકાનોમાં રહેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. રાધનપુર અને સાંતલપુર બંને વિસ્તારોમાં ૩-૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ભાભર-દિયોદર હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને માઠો ફટકો પડ્યો છે અને સુરક્ષાના ભાગરૂપે એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.

    મહેસાણાના કડી તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. કડીથી થોળ જવાના માર્ગ પર આવેલ રેલવે અંડરપાસમાં વર્ષો જૂની સમસ્યા મુજબ ફરી એકવાર ભરાયેલાં પાણીના કારણે વાહનચાલકો અને સ્થાનિકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમરેલી શહેર અને લીલીયા તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાતા સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે.

    સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારે વરસાદની આગાહી અને ભરાયેલા પાણીની સ્થિતિને જોતા રાજ્યના ૧૯ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ૨૭ જુલાઈ સુધી આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોને બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

    છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સરેરાશ ૯૦.૧૨ મિમી (આશરે ૩.૫ ઈંચ) વરસાદ નોંધાયો છે, જેના કારણે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૪ ટકા (૪૧૬.૬૫ મિમી) સુધી પહોંચી ગયો છે.

    દક્ષિણ ગુજરાતમાં ૭૩.૬૭ ટકા સરેરાશ વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે. મુખ્ય જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના ૬૮.૩૩ ટકા (૨,૨૮,૨૬૫ એમસીએફટી) ભરાઈ ચૂક્યો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૪૩.૩૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.

    વધતા પાણીના વહેણને કારણે રાજ્યના ૧૫ ડેમ હાઈ એલર્ટ, ૫ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleT-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ
    Next Article Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘હકીકત કહીશ તો દવા પી મરી જઈશ, છોકરાને બાપ વિનાનો કરી નાખીશ’

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 21:00
    Categories
    Latest News

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026

    New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ

    July 24, 2026

    New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ

    July 24, 2026

    Ahmedabad આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.