Amreli,તા.16
અમરેલી તાલુકાના ચિતલ ગામ નજીક આવેલ જસવંતગઢ વિસ્તારના રામાપીરના મંદિર પાસે રહેતા અને ખેતી કામ કરતા રામજીભાઈ પરશોતમભાઈ સોરઠીયા નામના 60 વર્ષિય વૃદ્ધના ચિતલ ગામે આવેલ યસ બેંકના સી.સી. ખાતામાં ગત તા. ર4/1/ર0ર3ના રોજ રૂા. 7,60,000 ની સી.સી.લોન જમા થયેલ હતી.
વૃદ્ધ ખેડૂતના સી.સી.ખાતામાં રૂા. 7,60,000 જમા હોય તે રકમ વૃદ્ધ ખેડૂતની જાણ બહાર યસ બેન્કના અજાણ્યા કર્મચારીએ વૃદ્ધ ખેડૂતના બચત ખાતામાં ટ્રાન્સફર કરી રૂા.7,પ0,000 તેની એફ.ડી.કરી દીધેલ અને બાદમાં આ બેંકના કર્મચારીએ તે એફ.ડી.તોડી એફ.ડી.ની રકમ વૃદ્ધ ખેડૂતના સી.સી.ખાતામાં જમા કરી દીધેલ હતી.
ગત તા. 4/3/ર4 ના રોજ વૃદ્ધના સી.સી.ખાતા રહેલ રકમમાંથી રૂા. 7,00,000 બારોબાર બેંક કર્મચારીએ ઉપાડી લીધેલ હતા. તેમજ આ બાબતની જાણ વૃદ્ધ ખેડૂતને ન થાય તે માટે આરોપી બેંક કર્મચારીએ વૃઘ્ધ ખેડૂતના સી.સી.ખાતામાં અલગ- અલગ તારીખોમાં વ્યાજ પેટેના કુલ રૂા. 93,000 જમા કરાવી અને વૃદ્ધ ખેડૂત સાથે યસ બેન્કના કોઈ અજાણ્યા કર્મચારીએ છેતરપીંડી કર્યાની અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
મોબાઈલ ચોરી
અમરેલી સીટી પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સપેકટર ડી. કે. વાઘેલાની રાહબરી હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના આઇ.પી.સી.ક.ની કલમ.379 મુજબના ગુન્હાના કામે ટેકિનકલ સોર્સ આધારે અનડિટેકટ રહેલ ગુન્હો ડિટેકટ કરી ચોરી કરેલ મોબાઇલ ફોનસાથે અમરેલી, બહારપરામાં રહેતા અલ્તાફભાઇ મુસાભાઇ કાલવા નામના ઇસમને ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.