Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે
    • Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો
    • Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા
    • Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત
    • Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી
    • EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક
    • Monsoon વહેલુ! આંદામાન – નિકોબાર પહોંચ્યા બાદ ગતિ વધશે : ચક્રવાતી તોફાન સક્રિય
    • Madhya Pradesh: ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : 10ના મોતની આશંકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»IPL Victory Parade માટે RCB એ પોલીસની મંજુરી લીધી ન હતી
    અન્ય રાજ્યો

    IPL Victory Parade માટે RCB એ પોલીસની મંજુરી લીધી ન હતી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangalore,તા.17
    ઈન્ડિયન પ્રીમીયર લીગમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર (આરસીબી)ના વિજય બાદ બેંગ્લુરુમાં યોજાયેલી વિજયપરેડમાં સર્જાયેલી ધકકામુકકી અને 11 લોકોના મૃત્યુ બદલ કર્ણાટક સરકારે આરસીબીને જવાબદાર ગણાવી હતી અને વિરાટ કોહલીની ભૂમિકા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.

    આ વર્ષે યોજાયેલી આઈપીએલમાં આરસીબીના વિજય બાદ તા.4 જૂનના આ ટીમ ફ્રેન્ચાઈઝી દ્વારા બેંગ્લુરુમાં એક ભવ્ય વિજય રેલી યોજાઈ હતી. પરંતુ આખરી ઘડીએ તેમાં ધસારો થતા સર્જાયેલી ભાગદોડમાં 11થી વધુ ક્રિકેટ ચાહકોના મૃત્યુ થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

    જે અંગે રાજય સરકાર દ્વારા એક તપાસ કમીટી નિમવામાં આવી હતી. જેનો રિપોર્ટ કર્ણાટક હાઈકોર્ટને સુપ્રત કરાયો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવાયુ હતુ કે આરસીબી અને તેના મેનેજમેન્ટ દ્વારા આ પ્રકારે રેલી યોજવા માટે પોલીસની કોઈ પુર્વ મંજુરી લીધી ન હતી.

    સામાન્ય રીતે આ પ્રકારના આયોજનમાં સાત દિવસ પુર્વે મંજુરી લેવાની હોય છે. જયારે તા.3ના ફાઈનલમાં વિજય બાદ આરસીબીની ટીમ બેંગ્લુરુમાં તા.4ના રોજ પહોંચી હતી. જેમાં સવારથી જ આરસીબીના સોશ્યલ મીડીયા હેન્ડલ પર લોકોને આ વિજય પરેડમાં જોડાવા માટે આમંત્રણ આપતા સંદેશાઓ પોષ્ટ થવા લાગ્યા હતા.

    પરંતુ તેમાં પોલીસ સાથે કોઈ અગાઉથી મંજુરી કે અન્ય કોઈ સંપર્ક કરવામાં આવ્યો ન હતો. આરસીબીએ સવારે 7.01 કલાકે સોશ્યલ મીડીયા હેન્ડલ પર આ વિજયરેલીનો પ્રચાર શરુ કરી દીધો હતો. જેમાં લોકોને સ્ટેડીયમમાં કોઈ ચાર્જ વગર પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરાઈ હતી.

    ઉપરાંત વિજય પરેડ રેલીના માર્ગ અને તે ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં પુરી થશે તેવુ પણ જણાવ્યું હતું. આ બાદ સવારે આઠ વાગ્યે પણ આ પ્રકારના સંદેશાઓ નિયમીત રીતે ફ્રેન્ચાઈઝીના હેન્ડલ પર પોષ્ટ થતા રહ્યા હતા. બાદમાં આરસીબીએ વિરાટ કોહલીનો એક વિડીયો પણ શેર કર્યો.

    જેમાં કોહલીને એવુ કહેતા દર્શાવાયો છે કે, ટીમના વિજયને તે બેંગ્લુરુના ક્રિકેટ ચાહકો સાથે મનાવવા માંગે છે અને સૌને આવવા આમંત્રણ છે. આરસીબીએ તેમ છતાં પણ પોલીસને સતાવાર રીતે જાણ કરવાની કોઈ કોશીશ કરી ન હતી. પણ પોલીસે બાદમાં સામેથી આયોજકોનો સંપર્ક કર્યો હતો અને શકય તેટલી વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કર્યો હતો.

    રાજય સરકારે હાઈકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટીસ વી.કામેશ્વરરાવની ખંડપીઠ સમક્ષ આ રિપોર્ટ રજુ કર્યો હતો. હવે હાઈકોર્ટ તેના પર કંઈ રીતે એકશન લે છે તે મહત્વનું બની જશે અને ખાસ કરીને વિરાટ કોહલી સામે કોઈ પગલા લેવાશે કે કેમ તેના પર સૌની નજર છે.

    કર્ણાટક સરકારે આઈપીએલની વિજય રેલીમાં ભાગદોડ બદલ 11ના મોત માટે રોયલ ચેલેન્જર બેંગ્લોરને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સાથોસાથ આ રિપોર્ટ જાહેર નહી કરવા હાઈકોર્ટને વિનંતી કરી હતી પરંતુ હાઈકોર્ટે તે સ્વીકારી નહી અને રિપોર્ટ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવ્યો છે.

    એટલું જ નહી રિપોર્ટની નકલ રોયલ ચેલેન્જર બેંગ્લોરને આપવા જણાવ્યું છે. રાજય સરકારે એવો બચાવ કર્યો કે રિપોર્ટ જાહેર થવાથી આ ઘટના અંગે જે અલગથી ન્યાયીક તથા મેજીસ્ટેટ તપાસ થઈ રહી છે તેને અસર થશે પણ હાઈકોર્ટે કહ્યું કે સમગ્ર ઘટના જાહેર છે અને જે કાંઈ બન્યુ તે સૌ જાણે છે તેથી તેનો રિપોર્ટ જાહેર કરવામાં કોઈ વિઘ્ન નથી.

     

    IPL Victory Parade police permission RCB did not take
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026
    મુખ્ય સમાચાર

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી

    May 14, 2026
    રાષ્ટ્રીય

    EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026

    Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત

    May 14, 2026

    Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી

    May 14, 2026

    EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.