Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશના પરિણામ જાહેર

    November 3, 2025

    14 કલાકનું કામ 8 કલાકમાં પણ થાય,બોલિવૂડમાં શિફ્ટ વિવાદ મુદ્દે સોનાક્ષીનું દીપીકા પાદુકોણને સમર્થન

    November 3, 2025

    60 વર્ષનો થયો Shah Rukh Khan: બર્થડે પાર્ટીમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો

    November 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશના પરિણામ જાહેર
    • 14 કલાકનું કામ 8 કલાકમાં પણ થાય,બોલિવૂડમાં શિફ્ટ વિવાદ મુદ્દે સોનાક્ષીનું દીપીકા પાદુકોણને સમર્થન
    • 60 વર્ષનો થયો Shah Rukh Khan: બર્થડે પાર્ટીમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો
    • Salman Khan ની આગામી ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે
    • ‘Maha Mujya’ ની હિરોઇન તરીકે શરવરી વાઘ જ હશે
    • Kartik Aaryan આગામી ફિલ્મ ‘નાગજિલા’નું શૂટિંગ શરૂ કર્યું
    • Kiara Advani એ મીના કુમારીની બાયોપિકની તૈયારી શરૂ
    • Jaipur માં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 14ના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-16
    લેખ

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-16

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (૧૬) દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો..

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે 

    એકવાર અત્રિઋષિ અને અનસૂયા શાંતિથી બેસીને જીવ-શિવની લીલા વિશે ચર્ચા કરતા હતા.ઘણા લોકો ભૌતિક સુખ,પુણ્ય,જીવન વિકાસ અને મોક્ષ માટે તપ કરતા હોય છે.અત્રિઋષિ અને અનસૂયા માનવજાતિના વિકાસ માટે,જગતમાં સુખ-શાંતિ અને સમાધાન માટે પૂત્રની ઇચ્છા હતી અને તેના માટે તેઓ તપશ્ચર્યા કરે છે.ભગવાન શિવની કૃપાથી તેમને પૂત્ર થાય છે જેનું ચંદ્ર નામ રાખવામાં આવે છે.માતાપિતાના ગુણો ચંદ્રમાં આવે છે. 

    ચંદ્ર મોટો થતાં માતા અનસૂયા તેને સુશિલ અને સુસંસ્કૃત કન્યા સાથે લગ્ન કરી લેવા આગ્રહ કરે છે. ચંદ્રના મનમાં કોઇ સ્ત્રી શરીર સાથે નહી પણ જે તેની બુદ્ધિ પ્રતિભાને સમજી શકે,પોતાના વ્યક્તિત્વથી ધર્મકાર્યમાં સહકાર આપે તેવી સર્વગુણ સંપન્ન પત્ની જોઇતી હતી.એકવાર ચંદ્ર જંગલમાં ફરતો હતો ત્યારે તેના કરતાં પણ સુંદર કન્યા મળે છે.એકબીજા સાથે વાતચીત થાય છે.ચંદ્ર પુછે છે કે શું તમે પરણેલા છો? ત્યારે કન્યા કહે છે કે “પરણવું એટલે શું? અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ જોડાણ થાય તેને લગ્ન કહેવાય? પરણવું એટલે એકબીજામાં સમાઇ જવું.પ્રેમની ચરમસીમા વિલિનીકરણમાં છે.બે શરીરના લગ્ન એ લગ્ન નથી.પુરૂષ પાસે વૈભવ હોય,શૂરવીર હોય,સૌદર્યવાન અને સર્વગુણસંપન્ન હોવો જોઇએ.” 

    કન્યા કહે છે કે આવો સર્વગુણ સંપન્ન અત્રિઋષિનો પૂત્ર ચંદ્ર છે તેવું મેં મહાપુરૂષોના મુખેથી સાંભળ્યું છે,તેની સાથે મારે લગ્ન કરવા છે.કન્યા કહે છે કે મારૂં નામ રોહિણી છે.હું દક્ષપ્રજાપતીની પૂત્રી છું.ચંદ્ર કહે છે કે વર્ષોથી તું જેનું ચિંતન કરે છે તે ચંદ્ર હું જ છું.ત્યારે રોહિણી કહે છે કે અમે સત્તાવીશ બહેનો દિલથી એક વિચારની,એકબીજા ઉપર પ્રેમ અને આત્મિયતાના કારણે અમે નક્કી કર્યું છે કે અમે એક જ પતિ સાથે પરણીશું,ત્યારે ચંદ્ર કહે છે કે તમારા જેવી સર્વગુણ સંપન્ન આદર્શ નારી મળતી હોય તો બાકીની છવ્વીસને પણ હું સ્વીકારીશ. 

    રોહિણી ચંદ્રને પોતાના પિતા દક્ષ પાસે લઇ જાય છે અને બંન્નેના માતાપિતાની સંમત્તિથી ખુબ જ ધામધૂમથી દક્ષરાજાની સત્તાવીશ કન્યાઓ સાથે ચંદ્રનાં લગ્ન કરવામાં આવે છે.ચંદ્ર પોતાની પત્નીઓને લઇને પોતાના ઘેર આવે છે.લગ્ન પછી સત્કૃત્યોની શરૂઆત થાય છે.રોહિણી તેના કામમાં ખભેખભો મિલાવીને સાથ આપે છે,ચંદ્રની કદર કરે છે.બાકીની છવ્વીસ પત્નીઓ ચંદ્રને પ્રેમ કરે છે પરંતુ ચંદ્રના કાર્યને સમજી શકતી નથી તેથી તેમનામાં મત્સર (પારકાની ચડતી સહન ન થતાં આવતી અદેખાઇ) ઉભો થયો અને તેમને લાગ્યું કે પતિનું ખેંચાણ આપણી તરફ નથી. 

    એકવાર દક્ષપ્રજાપતિ ચંદ્રના ઘેર આવે છે ત્યારે રોહિણી સિવાઇની છવ્વીસ દિકરીઓ પિતાજીને ફરીયાદ કરે છે કે પિતાજી..અહી સુખ છે,આનંદ છે,લીલાલહેર છે પરંતુ અમારા પતિનું અમારી તરફ ખેંચાણ નથી, અમારી ઉપેક્ષા થાય છે.દક્ષે ચંદ્રને બોલાવીને ઠપકો આપ્યો કે તમારા વિશે જે ફરીયાદ મળી છે તેવું ફરીથી ભવિષ્યમાં ના બને તેની કાળજી રાખજો.ચંદ્ર કહે છે કે હું સમજી વિચારીને આવું કરતો નથી પરંતુ મારા કાર્ય અને બુદ્ધિને ફક્ત રોહિણી જ સમજી શકે છે તેથી તેના પ્રત્યે ખેંચાણ વધુ રહે છે. 

    એકવાર ચંદ્રના જીવનમાં એક ઘટના બને છે.દેવતાઓના ગુરૂ બૃહસ્પતિની પત્ની તારાની તરફ ચંદ્રનું મન ખેંચાય છે ત્યારે રોહિણી સિવાઇની બાકીની પત્નીઓ ગુસ્સે થાય છે અને ચંદ્રનો તિરસ્કાર કરે છે તેથી ચંદ્રનું અન્ય પત્નીઓ તરફ ખેંચાણ ઓછું થાય છે. આખું જગત તિરસ્કાર કરે તો ચાલે પણ પત્ની આપણો તિરસ્કાર કરે તો તે અસહ્ય બને છે. 

    રોહિણી ઘણી સમજદાર હતી તેને ખબર હતી કે ચંદ્રમાં જગતને સુધારવાની શક્તિ છે.પ્રભુની કૃપા પ્રસાદીથી તે જગતમાં આવ્યો છે તેની કદાચ ભૂલ થઇ હશે.તે ચંદ્ર પાસે જઇને સમજાવે છે કે ગુરૂ બૃહસ્પતિની પત્ની તારા જેવી સ્ત્રી તમારા જેવા લોકોત્તર પુરૂષ પાછળ ગાંડી થાય તેમાં નવાઇ નથી પણ જગતમાં સૌદર્ય અને શિતળતા લાવવા પ્રયાસ કરનાર તમે વિચાર કરો કે તમોને આ શોભે છે? અમે ૨૭ છીએ ૨૮મી લાવશો તો અમોને વાંધો નથી પરંતુ “પરસ્ત્રી તરફ ખરાબ નજરે જોવું એ સારૂં ના કહેવાય.” તમારા આ કાર્યથી કૌટુંબિક સૌદર્ય,સ્વાસ્થ્ય,સમાધાન,શાંતિ અને શિતળતા તમે ગુમાવી દેશો.ચંદ્રે પોતાની ભૂલની કબૂલાત કરી પાપ પ્રક્ષાલન કર્યું અને ફરીથી આવી ભૂલ ન કરવાની ખાત્રી આપી પરંતુ બાકીની ૨૬ પત્નીઓના તિરસ્કારથી તેમના વચ્ચેનું અંતર વધતું ગયું અને તેથી તેમને પિતા દક્ષને ફરીયાદ કરી. 

    દક્ષ ગુસ્સે થયા અને ચંદ્રને કહ્યું કે તમે વચન આપ્યા પછી પણ મારી તમામ દિકરીઓને એક સરખી રીતે રાખતા નથી.ચંદ્રે દલીલ કરી કે એમાં મારા એકલાનો દોષ નથી.હું દિવસ-રાત જે કાર્ય કરૂં છું તેમાં રોહિણી સિવાઇ બીજી કોઇને રત્તીભર પણ રસ નથી.આવી ફક્ત હાડમાંસના પિંજરા જેવી પત્નીઓ ઉપર મને પ્રેમ કેવી રીતે થાય..! 

    દક્ષરાજા કહે છે કે લગ્ન વખતે તમે જે સોગંદ ખાધા હતા કે “ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિચરામિ” તે પાળી શક્યા નથી અને દક્ષે ગુસ્સામાં શ્રાપ આપ્યો કે તને કર્તૃત્વનો,બુદ્ધિમત્તાનો અને સૌદર્યનો અહંકાર હોય તો જા..તે બધાને ક્ષય લાગશે,તૂં ક્ષયરોગી થશે.દક્ષના ગયા પછી ચંદ્રને લાગ્યું કે સૌદર્ય,કર્તૃત્વશક્તિ જતી રહેશે તો મારાથી જગકલ્યાણના કામ થશે નહી તેથી તે દક્ષ પાસે ગૂનેગાર તરીકે જાય છે.પગે લાગીને કહે છે કે મારી ભૂલ થઇ છે.ચંદ્ર નિસ્તેજ બની જતાં તમામ પત્નીઓને પોતાની ભૂલ સમજાય છે કે શું કરવા ગઇ અને શું થઇ ગયું? તેઓ પણ પિતાજીને શ્રાપ પાછો ખેંચી લેવા વિનંતી કરે છે. 

    દક્ષે કહ્યું કે શ્રાપ પાછો ખેંચવાની શક્તિ મારામાં નથી.હવે શું કરવું? રોહિણી ચંદ્રને કહે છે કે તમારી શક્તિ અને પ્રભાને ક્ષય લાગ્યો છે.અત્રિ અને અનસુયાએ મહાન તપ કરીને જગતની સિકલ બદલવા શિવજી પાસેથી તમને મેળવ્યા હતા તે કાર્ય હવે થવાનું નથી.ચંદ્ર કહે છે કે આપણે બ્રહ્માજી પાસે જઇએ તે કોઇક રસ્તો બતાવશે. 

    ચંદ્ર અને રોહિણી બ્રહ્મા પાસે જાય છે.બ્રહ્માજી તેમને નિગ્રહાનુગ્રહ સમર્થ ભગવાન શિવજીની આરાધના કરવાનું કહે છે.રોહિણી અને ચંદ્રે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવની આરાધના કરી.વર્ષોના તપ પછી શિવજી નિરાકારમાંથી સાકાર થાય છે અને ચંદ્ર પર અનુગ્રહ કરી ચંદ્રની શક્તિમાં પંદર દિવસ વૃદ્ધિ અને પંદર દિવસ ક્ષય થશે એવા આર્શિવાદ આપ્યા.જે જગ્યાએ બ્રહ્માજીએ ભગવાન શિવની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું કહ્યું તે સોમનાથ.ચંદ્રે જગતમાં અનેક સત્કાર્યો કર્યા,જગતમાં શિતળતા અને ભાવ વધારવા જીવન પસાર કર્યું અને જ્યારે તેને જગત છોડ્યું ત્યારે લોકોએ ચંદ્રની કદર કરી એક મહાન શિતળ ગોળો જે આકાશમાં ફરે છે તેને નામ આપ્યું ચંદ્ર..અને ચંદ્ર જોડે જેણે સંસારનો સબંધ બાંધ્યો હતો તે ગમે તેવી પણ મહાન છે તે ચંદ્રની આસપાસ રહેતી નક્ષત્રમાલિકા. સત્તાવીસ માલિકાને પણ તેમનાં નામ આપ્યાં તે છે અશ્વિની ભરણી કૃત્તિકા  રોહિણી મૃગ આર્દ્રા પુનર્વસુ પુષ્ય આશ્ર્લેષા મઘા પૂર્વા ઉત્તરા હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂળ પૂર્વાષાઢા ઉત્તરષાઢા શ્રવણ ધનિષ્ઠા શતતારકા પૂવાભા ઉત્તરાભા અને રેવતી.. 

    સોમ એટલે ચંદ્ર અને ચંદ્રે જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ પ્રગટ થયા તે સોમનાથ.જે જગ્યાએ પ્રભુકાર્ય કરવાવાળા ચંદ્રની ગુમાવેલ પ્રભા પરત મળી તે સ્થાન પ્રભાસ.આ બધી કથાનો અર્થ પણ સમજવો જોઇએ.ચંદ્રે ચાર પાપ કર્યા.વૃદ્ધનો અનાદર કર્યો,અનુભવવૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધનો અનાદર ના કરવો જોઇએ..પ્રતિજ્ઞાનું પાલન ના કર્યું.પોતાના માનેલા સબંધીઓની સાથે પક્ષપાત કર્યો અને સ્ત્રીઓની ઉપર ભોગની નજર કરી..સ્ત્રી તરફ જોવાની નજર અતિ પવિત્ર હોવી જોઇએ. ધર્મ અને સંસ્કૃતિના કામ કરનાર લોકોમાં ઉપર બતાવેલ પાપ થાય છે ત્યારે તેમને ક્ષય લાગે છે એટલે કે તે ખલાસ થાય છે. 

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…ફરી એક વાર ભાગદોડમાં લોકો માર્યા ગયા, આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ શીખી શક્યું નથી

    November 2, 2025
    લેખ

    શું Trump-Xi Jinping કરાર ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યૂહાત્મક સફળતા છે

    November 1, 2025
    લેખ

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025
    લેખ

    તંત્રી લેખ…મેનિફેસ્ટો હવે લોકપ્રિય વચનોનો સમૂહ બની ગયા છે

    November 1, 2025
    લેખ

    આત્મમંથનથી આત્મોન્નિતિ તરફ ૭૮મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ

    November 1, 2025
    લેખ

    High Court નો ચુકાદો:વૃદ્ધ સાસરિયાઓ સાથે દુર્વ્યવહાર, ઝઘડો અથવા અવગણના માનસિક ક્રૂરતા ગણવામાં આવશે

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશના પરિણામ જાહેર

    November 3, 2025

    14 કલાકનું કામ 8 કલાકમાં પણ થાય,બોલિવૂડમાં શિફ્ટ વિવાદ મુદ્દે સોનાક્ષીનું દીપીકા પાદુકોણને સમર્થન

    November 3, 2025

    60 વર્ષનો થયો Shah Rukh Khan: બર્થડે પાર્ટીમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો

    November 3, 2025

    Salman Khan ની આગામી ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે

    November 3, 2025

    ‘Maha Mujya’ ની હિરોઇન તરીકે શરવરી વાઘ જ હશે

    November 3, 2025

    Kartik Aaryan આગામી ફિલ્મ ‘નાગજિલા’નું શૂટિંગ શરૂ કર્યું

    November 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશના પરિણામ જાહેર

    November 3, 2025

    14 કલાકનું કામ 8 કલાકમાં પણ થાય,બોલિવૂડમાં શિફ્ટ વિવાદ મુદ્દે સોનાક્ષીનું દીપીકા પાદુકોણને સમર્થન

    November 3, 2025

    60 વર્ષનો થયો Shah Rukh Khan: બર્થડે પાર્ટીમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો

    November 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.