Prabhas Patan, તા.7
સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સાનિધ્યે મંદિરના વિકાસના ભાગરૂપે બનનારા કોડીડોરમાં પ્રભાસ પાટણ મોટાભાગનો વિસ્તારના 384 મકાનો અને અતિથિ ગૃહો જતા હોય જેથી સૌ સમાજના લોકો અને અસરગ્રસ્ત મિલકત ધારકોની રેલી આજે વેરાવળ નાયબ કલેકટર પહોંચી હતી અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
તેમાં જણાવ્યું હતું કે પ્રભાસમાં કોરિડોર માટે ખરીદાતી જમીન યાત્રાધામ વિકાસને બદલે પ્રવાસન વિકાસનો અભિગમ રખાયેલ છે આ અંગે અમારે ફરજિયાત સરકારને મિલકત આપવી પડે તેવું દબાણ પૂરું કરાયેલ છે.
કબુલાત નામાના સહી સક્ષમ અધિકારી સમક્ષ લેવામાં આવતી નથી મિલકતની ખરીદી બજાર ભાવ અને મળતર રકમ અંગે કોઈ સ્પષ્ટતા નથી આ માટે ન્યાય સંગત ધોરણ અપનાવી મિલકત ધારક ની સમિતિ અને શરતોને અનુલક્ષી પગલાં લેવા માંગ કરાય છે.
કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉપસ્થિત વેદનાગ્રસ્ત મિલકત ધારકોએ માધ્યમમાં સમક્ષ ઉપગ્રહ રોજ સાથે પોતાની વેદનાઓ ઠલાવી હતી આ અંગે પ્રાંત અધિકારી વેરાવળ વિનોદ જોશી એ પ્રતિભાવ આપતા જણાવ્યું કે મંદિર આસપાસ 25000 ચોરસ મીટર વિસ્તાર સંપાદન માટે પરિપૂર્ણતા આરે છે આ અંગે મિલકત ધારકો સાથે મીટીંગો પણ યોજાઈ હતી સરકારશ્રી દ્વારા જે ભાવ આવશે તે અસરગ્રસ્તો ને જણાવશે કોઈને ધમકાવ્યા નથી મીટીંગોમાં સમજૂતી અપાય છે.