Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો
    • Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો
    • Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા
    • Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ
    • Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ
    • Rajkot: કારના અકસ્માતનો નુકશાની વળતરનો દાવો મંજુર, રૂા.૧૧,૩૬લાખ ચૂકવવા હુકમ
    • અગ્નિકાંડ કેસમા વધુ ,તા. 22મીએ સુનાવણી: પીએમ કરનાર તબીબને જુબાની માટે સમન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન
    લેખ

    કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો પોતાના ભાઇને રાખડી બાંધી તેનું સર્વ પ્રકારથી રક્ષણ થાય તેવું ઇચ્છે છે.શુધ્ધ ભાવે,ખરા અંતઃકરણપૂર્વક કોઇના કલ્યાણ માટે કરાયેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી. રક્ષાબંધન સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એવો સંદેશ આપનાર પવિત્ર તહેવારને કુટુંબ-જાતિ કે ધર્મ પૂરતો મર્યાદિત ન બનાવતાં તમામની મંગલકામના અને વિશ્વકલ્યાણનો તહેવાર બનાવવો જોઈએ.

    કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન.ભાઇના જીવનવિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને શુભેચ્છાનું પ્રતિક,અંતરથી અપાયેલા આશીર્વાદનું કવચ, હેતભરી શુભ ભાવનાનું, ભગવાનને સાચા દિલથી કરેલી પ્રાર્થના વડે બનેલ સૂક્ષ્મ રક્ષણ એટલે રક્ષાબંધન.રાખડીનાં તાંતણામાં ભાઇ-બહેનનાં હૃદયનો પ્રેમ નીતરતો હોય છે.રાખડી એ ફક્ત સૂતરનો દોરો નથી પરંતુ શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે.પોતાનો ભાઇ એની અંદરનાં શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ વગેરે ઉપર પણ વિજય મેળવે એવી આશા રાખે છે.રાખડી બાંધતી વખતે બહેન ભગવાનને જે પ્રાર્થના કરે તે પ્રાર્થનાના કવચથી ભાઇની રક્ષા થતી હોય છે.

    પૌરાણિક કથા અનુસાર કુંતામાતાએ અભિમન્યુને રાખડી બાંધી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો હતો. બહાદુરશાહે ચિત્તોડ પર ચઢાઇ કરી ત્યારે ચિત્તોડના મહારાજાની વિધવા રાણી કર્ણાવતીએ દિલ્હીના સુલતાન હુમાયુને ચિઠ્ઠી તથા એક રાખડી મોકલી મદદ કરવાની માગણી કરી હતી. હુમાયુએ પોતાનું સૈન્ય ચિત્તોડ મોકલ્યું પરંતુ દિલ્હીથી ચિત્તોડ દૂર હોવાથી બહાદુર શાહે ચિત્તોડનો કિલ્લા ઉપર જીત મેળવી અને રાણી કર્ણાવતીને બંદી બનાવવા કિલ્લામાં પ્રવેશ કર્યો.રાણી કર્ણાવતીએ બહાદુરશાહના હાથમાં આવીને અપમાનિત થવાને બદલે તમામ સ્ત્રીઓ સહિત સતી થવાનું પસંદ કર્યું. થોડા દિવસો બાદ હુમાયુ ચિત્તોડ પહોંચ્યો અને બહાદુરશાહને લડાઇમાં હાર આપીને ચિત્તોડ પર ફરી રાણાઓનું રાજ સ્થાપ્યું.રાણીના પુત્ર વિક્રમસિંહને ગાદી ઉપર બેસાડ્યા બાદ જ હુમાયુએ ચિત્તોડ છોડ્યું હતું.

    બલીરાજાને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું હતું કે પોતે તેનાં રાજ્યની રક્ષા કરશે.વરદાન અનુસાર પ્રભુ વૈકુંઠ છોડીને બલિરાજા સાથે તેનાં રાજ્યની રક્ષા માટે પાતાળમાં જવું પડ્યું.બીજી બાજું લક્ષ્મીમાતા વૈકુંઠમાં એકલાં પડી ગયાં.પ્રભુને વૈકુંઠમાં પરત કેવી રીતે લાવવા? આ પ્રશ્ન ઊભો થયો.નારદે લક્ષ્મી માતાને એક ઉપાય બતાવ્યો તે અનુસાર શ્રાવણી પૂનમના દિવસે ર્માં લક્ષ્મી બલિના ઘરે જાય છે અને બલિરાજાને રાખડી બાંધે છે.બહેન જ્યારે રાખડી બાંધે ત્યારે ભાઇ પાસે જે કંઇ માગે તે આપવું જોઈએ એટલે બલીએ કહ્યું કે બહેન જે ઇચ્છા હોય તે માગો.લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુને તેમના વરદાનથી મુક્ત કરવા માંગણી કરી.આમ વૈકુંઠમાં ફરીવાર નારાયણ અને લક્ષ્મીનો મેળાપ થયો.

    રક્ષાબંધનને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે,સંતસમાજ જનોઈ બદલાવે છે.આ દિવસે ભારતના સાગરખેડુઓ માછીમારી કરવા દરિયો ખેડે છે.નાળિયેર અર્પણ કરીને તેઓ દરિયાદેવ પાસે પોતાની ખેપ સફળ થાય અને ખૂબ માછલીઓ પકડાય અને કોઈ વેપારી વહાણ હોય તો એનો માલસામાન સહી સલામત યોગ્ય સ્થળે પહોંચી જાય અને પરત ફરતી વખતે વહાણ ભરેલું જ આવે તેવી પ્રાર્થના કરે છે.

    જ્યારે શિશુપાલ કૌરવસભામાં ભગવાન કૃષ્ણને ગાળો બોલવા લાગ્યો ત્યારે પોતાનાં ફોઈને આપેલા વરદાન પ્રમાણે તેની ૧૦૦ ભૂલોની ક્ષમા કરી.જેવો ૧૦૧મો અપશબ્દ નીક્ળ્યો કે તરત સુદર્શનચક્રથી શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું.તે સમયે ભગવાનની આંગળીમાંથી લોહી નીકળ્યું તે સમયે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર પાટો બાંધ્યો આ જોઇને પ્રભુએ દ્રૌપદીને આશીર્વાદ આપ્યા.તે દિવસે શ્રાવણમાસની પૂર્ણિમા હતી.જ્યારે હસ્તિનાપુરની રાજ્યસભામાં દુશાસન દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરતો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ૯૯૯ ચીર પૂરીને દ્રોપદીની લૂંટાતી આબરૂ બચાવી હતી.આ રીતે રાખડી બાંધનાર બહેનની આબરૂ-શીલની રક્ષા કરવી તે દરેક ભાઇનું પરમ કર્તવ્ય બને છે.

    આ દિવસે બલરામ જયંતી પણ ઉજવવામાં આવે છે.ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઇ બલરામનો જન્મ પણ શ્રાવણી પૂનમનાં દિવસે થયો હતો.

    રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ છે પવિત્ર બનવું. નાશવંત શરીરમાં ચૈતન્ય આત્મા છે જે અજર અમર અવિનાશી છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી તો શરીરની રક્ષાનું આટલું મહત્વ કેમ? આપણને મળેલ સમયનો સદુપયોગ કરી મનને વિકારોથી દૂર રાખવાના છે. બહેન ભાઈના કપાળ ઉપર જ્યાં આજ્ઞાચક્ર છે ત્યાં તિલક કરે છે કેમકે સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે તેથી જો મગજમાં સારા વિચારો આવશે તો સદપ્રવૃત્તિ થશે.મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવવાનો અર્થ છે મધુર વાણી બોલો,દ્વેષભાવ ન રાખો.

    સ્ત્રીનો આદર સત્કાર થાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થશે.વર્તમાન સમયમાં નિર્દોષ યુવતીઓ પર શારીરિક છેડછાડ,બળાત્કાર અને અપહરણ જેવી ઘટનાઓ બને છે તેથી દરેક પુરૂષનું કર્તવ્ય છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે.રક્ષાબંધન સ્ત્રીના સન્માનનું પર્વ છે.દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઇએ.

     વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    9 ઓગસ્ટ, ‘ ભારત છોડો આંદોલન દિવસ ’

    August 8, 2025
    લેખ

    તંત્રી લેખ…અમેરિકાને ભારતનો કડક સંદેશ

    August 8, 2025
    લેખ

    અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

    August 8, 2025
    લેખ

    કુદરતના ક્રોધને કારણે ભયંકર પૂર

    August 8, 2025
    લેખ

    તંત્રી લેખ…પ્રાઇવેટ સ્કૂલોના આડેધડ ફી વધારા સામે દિલ્હી સરકારના કડક પગલાં

    August 7, 2025
    લેખ

    Trump ની ધમકી વિરુદ્ધ રાષ્ટ્રીય હિત સર્વોપરી, ભારત પ્રથમ નીતિ

    August 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025

    Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ

    August 8, 2025

    Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક

    August 8, 2025

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.