New Delhi તા.11
સોશિયલ મીડીયા પર રોકાણના નામે લોકોને ગેરમાર્ગે દોરતા અને છેતરપીંડી કરતા નાણાકીય ઈમ્ફલુએન્સર્સ પર રોક લગાવવા સેબીએ સકંજો કસ્યો છે.
સેબી ગુગલ અને મેટા સાથે મળીને એકએવું તંત્ર તૈયાર કરવામાં લાગ્યુ છે, જેથી રોકાણ સંબંધી વિજ્ઞાપન આપનાર વ્યક્તિ કે સંસ્થાની ઓળખ અને સેબીમાં તેનું રજીસ્ટ્રેશન સીધું તપાસી શકાય.
મેટાએ સેબીની આ ખાસ વેરિફીકેશન વ્યવસ્થાને લાગુ કરી દીધી છે. જયારે ગુગલ સાથે તેને લાગુ કરવાને લઈને વાતચીત થઈ રહી છે. આ વ્યવસ્થા ગુગલની અગાઉની લાગુ સામાન્ય નાણાકીય સેવા વિજ્ઞાપન નીતિથી અલગ છે તેમાં વિજ્ઞાપનદાતાને સંબંધીત નિયામકથી મળેલ લાયસન્સ કે છુટનું પ્રમાણ આપવાનું હોય છે.
સેબીની નવી વ્યવસ્થામાં તેમાં રજીસ્ટર્ડ નાણાકીય મધ્યસ્થોની ઓળખ સેબીના પોતાના રેકોર્ડ સાથે સીધી જોડાઈ જશે. તેના માટે તેના અગાઉથી નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈ-મેલનો ઉપયોગ થશે.
નાણાકીય મામલામાં ભ્રામક સલાહ આપનાર ઈન્ફલુએન્સર્સની વધતી સંખ્યાને જોતા વેરિફીકેશન ટિક કે લેબલ આપવાની યોજના પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આથી સામાન્ય રોકાણકારને સોશિયલ મીડીયા કે અન્ય ડિજીટલ મંચો પર એ ઓળખવામાં મદદ મળશે કે નાણાકીય સલાહ આપનાર વ્યક્તિ સેબીના નિયામકીય ક્ષેત્રમાં છે કે નહી. સેબી ભ્રામક નાણાકીય સામગ્રીની ઓળખ માટે એઆઈ-કૃત્રિમ બુદ્ધિમતા આધારિત સુપરવિઝન તંત્ર પણ મજબૂત કરી રહી છે.

