Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Tharad માં પ્રેમ સબંધથી નારાજ પિતા-કાકાએ દીકરીને મોતને ઘાટ ઉતારી
    ગુજરાત

    Tharad માં પ્રેમ સબંધથી નારાજ પિતા-કાકાએ દીકરીને મોતને ઘાટ ઉતારી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 9, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ કરી આરોપી કાકાની ધરપકડ કરી છે જ્યારે ફરાર પિતાની તપાસ ચાલું છે

    Banaskantha, તા.૯

    જિલ્લાના સહરદી વિસ્તારમાં ઓનર કિલિંગની એક ચોંકાવનારી ઘટનાએ આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનામાં પ્રેમી સાથે મૈત્રિ કરાર બેઠળ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી જુવાનજોઘ દીકરીને તેના જ પિતા અને કાકાએ મળીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આટલું જ નહીં તેમને આખો કાંડ કર્યા બાદ કોઈની જાણ બહાર તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જોકે બનાવ પહેલાના ઘટનાક્રમને ધ્યાને લઈને તેના કથિત પ્રેમી હાઈકોર્ટ પહોંચ્યો ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને કોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ કરી આરોપી કાકાની ધરપકડ કરી છે જ્યારે ફરાર પિતાની તપાસ ચાલું છે.

    ફરિયાદ મુજબ, થરાદ તાલુકાના દાંતિયા ગામે રહેતા સેંધભાઈ દરઘાબાઈ ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુરમાં હોસ્ટેલમાં રહીને  પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન, તેનો સંપર્ક થરાદ તાલુકાના વડગામડા ગામના હરેશ ચૌધરી નામના યુવક સાથે થયો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ, જે પાછળથી પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી. જેથી ચંદ્રિકા અને હરેશે લગ્ન કરવાનું નક્કી કર્યું અને ૪ મે, ૨૦૨૫ના રોજ, ચંદ્રિકા પરિવારના લગ્નમાં હાજરી આપવા પાલનપુરથી દાંતિયા આવી હતી. આ દરમિયાન, તેણે પરિવારને પોતાના પ્રેમ સંબંધ અને લગ્નની ઈચ્છા વિશે જણાવ્યું, પરંતુ પરિવારે તેને ચંદ્રિકાના પરિવારે આ સંબંધનો સખત વિરોધ કર્યો હતો.

    આ ઘટના બાદ, ચંદ્રિકાને તેનો પરિવાર દબાણપૂર્વક ઘરે લાગ્યો અને તેનો દ્ગઈઈ્‌ સહિતનો અભ્યાસ પણ બંધ કરાવી દીધો હતો. આ ઉપરાંત અન્ય જગ્યાએ ચંદ્રિકાના લગ્ન કરાવવાનો પ્રયાસ પણ હતો. આ તમામ ઘટનાની વાત ચંદ્રિકા, તેના પ્રેમી હરેશને કોલ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી કરતી હતી. ખાસ આ બાબતે ચંદ્રિકાએ સોશિયલ મીડિયા મારફતે હરેશને જાણ કરી અને કહ્યું કે, આપણા પ્રેમ સંબંધની વાત મારા પરિવારજનોને ખબર પડી ગઈ છે અને તેઓએ મારો અભ્યાસ બંધ કરાવી દીધો છે, હવે તેઓ મારા લગ્ન બીજી જગ્યાએ કરાવી દેશે. જેથી તું મને અહીંથી લઈ જા.

    આ મેજેસ મળતા જ હરીશે ચંદ્રિકાને તારીખ ૪ જૂન ૨૦૨૫ના રોજ ચંદ્રિકા અમદાવાદ ખાતે લઈ આવ્યો હતો અને બંનેએ રાજી ખુશીથી મૈત્રી કરાર કર્યા હતા. જે બાદ બંને લીવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા અને પહેલા મધ્યપ્રદેશ તથા બાદમાં રાજસ્થાનમાં ફરવા માટે ગયા હતા. દરમિયાન બીજી તરફ ચંદ્રિકાના પરિવારજનોએ તેના ગુમ થયાની અરજી થરાદ પોલીસ મથકે આપતા પોલીસે ચંદ્રિકાની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન રાજસ્થાનના ભાલેસરથી ચંદ્રિકા અને હરેશ મળી આવતા થરાદ પોલીસે બંનેને થરાદ પોલીસ મથકે હાજર કર્યા હતા અને ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ, ચંદ્રિકાને તેના પરિવારને સોંપી હતી.

    આ સમગ્ર ઘટના બાદ ચંદ્રિકાના પરિવારે મૈત્રી કરાર મંજૂર ન કર્યો અને ચંદ્રિકાના અન્ય જગ્યાએ લગ્ન કરાવવાનું નક્કી કર્યું. આ સમયે પણ ચંદ્રિકા, ફોન મારફતે પ્રેમી હરેશના સંપર્કમાં હતી. જેથ ચંદ્રિકાના પરિવારે તેને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. જેની જાણ થતા જ ચંદ્રિકાએ હરેશને સોશિયલ મીડિયા મારફતે ઈસ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતા કે, તું મને અહીંયાથી લઈ જા, નહિંતર મારો પરિવાર મને મારી નાખશે. (આ ઈમોશનલ મેસેજ પણ હાલ સામે આવ્યા છે.) પરંતુ હરેશ કંઈ કરી શકે તે પહેલા જ પિતા સેંધાભાઈ અને કાકા શિવરામભાઈએ ચંદ્રિકાનું ઢીમ ઢાળી દીધું હતું અને તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા.

    આ બાબતની હરેશને જાણ થતા જ તેણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ (કોઈએ બંધકને, હાજર કરવા માટેની અરજી) અરજી કરી હતી. જે બાદ હાઇકોર્ટે ચંદ્રિકાને હાજર કરવા માટે પોલીસને નોટિસ આપી હતી. હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ શરુ કરી, ત્યારે પોલીસને ચંદ્રિકાના મોત અંગે શંકા જણાતા કાકા શિવરામભાઈ પટેલની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી હતી. જે દરમિયાન શિવરામભાઈ પટેલે અને તેમના ભાઈ સેધાભાઈ પટેલે ચંદ્રિકાની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

    ચંદ્રિકાના કાકા શિવરામભાઈની કબુલાત અનુસાર, કાકા-પિતાએ સાથે મળીને ૨૪ જુનની રાતે ચંદ્રિકાને ઊંઘની ગોળી આપી, દુપટ્ટાથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે બાદ સવારે ચંદ્રિકાની હત્યા થઈ હોવાના પુરાવા ન મળે તે માટે રાતોરાત બંને ભાઈઓએ ભેગા મળી ચંદ્રિકાના મૃતદેહને પોતાના ગામમાં આવેલ સ્મશાનમાં અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા અને ચંદ્રિકાના મર્ડરને નેચરલ ડેથમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્લાનિંગ મુજબ તેઓ સફળ પણ થયા, પરંતુ પ્રેમી હરેશ ચૌધરીની એક હેબિયસ કોર્પસ અરજીને આધારે આખો ભાંડો ફૂટી ગયો.

    મહત્વની વાત તો એ છે કે, હરેશ ચૌધરી પર કચ્છમાં પ્રોહીબેશનનો ગુનો પણ નોંધાયેલો છે. ઉપરાંત, હરેશ ચૌધરીના લગ્ન થઈ ગયા છે અને તેને એક છોકરી પણ છે, જોકે તેની પત્ની છેલ્લા કેટલાય સમયથી સાથે રહેતી નથી. જેથી તેને, ચંદ્રિકા ચૌધરી સાથે મૈત્રી કરાર કર્યા હતા હતા. જે બાબતે તે કેમેરા સામે કંઈક પણ બોલવા તૈયાર નથી. કારણ કે, ચંદ્રિકાના કેસમાં તેના આરોપી પિતા હાલ વોન્ટેડ છે અને તપાસમાં નુકસાન થઈ શકે તેમ છે, જેના કારણે તે આ કેસમાં કશું કહેવા માગતો નથી.

    હાલ આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચંદ્રિકાના ફરાર પિતા સેધાભાઈ પટેલની શોધખોળ હાથ ધરી છે.

    નોંધનિય છે કે, દીકરીના પ્રેમ સબંધથી ના ખુશ પિતાએ કાકા સાથે મળીને આવો લોહીયાળ ખેલ ખેલી નાખ્યો છે, ત્યારે પ્રેમી સામે પહેલા પણ ગુનાઓ નોંધાયેલા હોવા છતાં, તેની હિમતના કારણે જ આ ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેને આખા ગુજરાતને હચમચાવી મુક્યું છે. “બાપના હાથોમાં સુરક્ષિત બાળપણ વિતાવનાર દીકરીને ગળેટૂંપો દેતા એક બાપનો જીવ કેમનો ચાલ્યો હશે.” તેવી ચર્ચાઓ ચારેય કોર ચાલી રહી છે. જેથી આ મામલે મૃતકના ફરાર પિતા પકડાયા બાદ વધુ તથ્યો બહાર આવવાની સંભાવનાઓ છે.

    Banaskantha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    ગુજરાત

    Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026
    ગુજરાત

    Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’

    April 29, 2026
    ગુજરાત

    Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: વિખુટા પડેલાં યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.