Shastri-Rajdeep Joshi
આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાન નથી પવિત્રા ધરાવવાનું મહત્વ છે
શ્રાવણ સુદ અગીયારસ ને રવિવાર ૨૩ ઓગસ્ટ દિવસે પુત્રદા એકાદશી છે. પુત્રદા એકાદશાનાં દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી સૌ પ્રથમ સૂર્યને અર્ધ્ય આપવું. ત્યારબાદ બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને વિષ્ણુ ભગવાનની છબી રાખી અને તેનું પૂજન કરવું, ત્યારબાદ ઘરે અથવા શિવ મંદિરે જઈ અને મહાદેવજીને જળ ચડાવવું ત્યારબાદ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરવી જે લોકોના સંતાન મોટા છે તેની સાથે ભડતું નો હોઈ એટલે કે મેળ ન હોય તો સંતાન સાથે સારો મેળ રહે તેવી પ્રાર્થના પણ કરી શકાય છે એ ઉપરાંત પોતાના સંતાનનોની પ્રગતિ અને ભાગ્યોદય ની પણ પ્રાર્થના કરી શકાય છે આમ પ્રાર્થના કર્યા પછી ભગવાન ને ચોખા ચડાવવા. ભગવાનને નૈવેધમાં સાકર
ધરાવી આરતી કરી પ્રાર્થના કરવી. અને જીવનમાં પાંચ નિયમનું પાલન કરવુ એકાદશી ના દિવસે આ નિયમો લઈ શકાય છે
આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને પવિત્ર ધરાવવાનું મહત્વ છે
(૧) સત્યનું આચરણ શકય એટલું વધારે કરવું
(૨) હિંસા કરવી નહી
(૩) મોહ રાખવો નહી
(૪) બીજા ઉપર નિર્ભર રહેવું નહી
(૫) મહેનતનું જ ખાવું એટલે કે ખોટી રીતે ધન કમાવવું નહી.
આ પાંચ નિયમો નું પાલન કરવું. એકાદશીનાં દિવસે બપોરે નીંદ્રાનો ત્યાગ કરવો. રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી જાગરણ કરવું. ઉપવાસ કરવા, જપ-ભકિત, કિર્તન કરવા અને એકાદશીની કથાનું વાંચન કરવું.
એકાદશી ની કથા નો બોધ :-
કથાનો બોધ : કરેલા કર્મોનુંફળ સારૂ અથવા નરશુભોગવવું જ પડે છે. તમે અથવા તમારા સંતાનોને આ ફળ ભોગવવું જ પડે છે એ સત્ય વાત છે.
શાસ્ત્રી રાજદીપ જોશી.. વેદાંત રત્ન

