Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ભાડજ સ્થિત ISKCON Hare Krishna, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”
    ધાર્મિક

    ભાડજ સ્થિત ISKCON Hare Krishna, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને
    4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન

    Ahmedabad,તા.20

    ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી-કલોલ ખાતે 22 ઓગષ્ટ થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવનું ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવ્યુ છે.

    ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ સમગ્ર ગુજરાતમાં આયોજીત “સ્વાગતમ્ કૃષ્ણ 2026” કાર્યક્મની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, 22 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદખેડા – શ્રી સદારામ બાપા કોમ્યુનિટી હોલ, ઉમિયા પાર્ટી પ્લોટ, ગોતા, બાલાજી ઓએસિસ લૉન, પાલજ, ગાંધીનગર, 23 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, રાજકોટ – સિસન્સ હોટેલ, 29 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદલોડિયા કોમ્યુનિટી સેન્ટર, મંગલપાંડે હોલ, નિકોલ, મેડોઝ, અદાણી શાંતિગ્રામ, 30 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે સાણંદ, કલોલ ટાઉનહોલ, વેદમંદિર, મણિનગર, તેમજ 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, સુરત – મહેશ્વરી ભવન, હરેકૃષ્ણ મૂવમેન્ટ, વડોદરા – ઈવામોલ ખાતે આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના રોજ સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભાડજ ખાતે આવેલા ઇસ્કોન હરેકૃષ્ણ મુખ્ય મંદિરમાં તેમજ સેકટર-1 ગાંધીનગર ખાતે સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભગવાન શ્રીકૃષ્ણની મહિમા વિવિધ સંદેશા સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જનમાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. અંતમાં 13 સપ્ટેમ્બરે કડી ટાઉનહોલ ખાતે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. અ સિવાય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ તાલુકાના આશરે 10 ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ વધુમાં જણાવ્યું હતું કે “સ્વાગતમ્ કૃષ્ણ 2026” નો ઉદ્દેશ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના સંદેશ અને ભાવનાને મંદિરની બહાર સમાજના વિવિધ વર્ગો જેવા કે અબાલ વૃધ્ધ સ્ત્રી-પુરૂષ તેમજ ભારતના આશાસ્પદ ભવિષ્ય એવા યુવાવર્ગ સુધી પહોંચાડવાનો છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ શહેરો, નગરો અને ગામોમાં આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલની પ્રેરણા, કૃષ્ણ કૃપામૃર્તિ શ્રીલ પ્રભુપાદ, ઇસ્કોનના સ્થાપક-આચાર્ય પાસેથી પ્રાપ્ત થઈ છે. શ્રીલ પ્રભુપાદે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રીકૃષ્ણના સંદેશ, ભગવદ ગીતાના ઉપદેશો અને હરેકૃષ્ણ મહામંત્રને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવામાં સમર્પિત કર્યું હતું જે સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” નો અગ્ર ભાગ છે.

    “સ્વાગતમ્ કૃષ્ણ 2026” ની ઉજવણીના દરેક સ્થળોએ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા સમાજના અગ્રણી વ્યક્તિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ પહેલની પરાકાષ્ઠા 4 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે થશે. આ દિવસે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ અને ઇસ્કોન ગાંધીનગર, સેક્ટર-1 ખાતે સમગ્ર દિવસ દરમિયાન ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ યોજાશે.આ ઉજવણીમાં ભક્તો તથા સામાન્ય જનતા માટે દર્શન, કીર્તન, ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિશેષ જન્માષ્ટમી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય પ્રાગટ્યનો આનંદમય ઉત્સવ ઉજવાશે.

    ISKCON Hare Krishna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAnnu Projects લિમિટેડ IPO મારફતે રૂ. 175 કરોડ સુધીનું ભંડોળ ઊભું કરશે
    Next Article Josh Tong અને Olly Robinson ને ૨૮ વર્ષ પછી ઇતિહાસ રચ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    October 1, 2026
    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.

    September 30, 2026
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-10-2026 23:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.