New Delhi તા.31
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ શરૂ થતા જ ક્રુડ તેલ પરનું દબાણ વધ્યુ છે અને થોડા દિવસથી સ્થિર થવા મથી રહેલા ક્રુડ તેલના ભાવમાં એકથી બે ડોલરનો વધારો નોંધાયો છે અને તેથી ભારતના શેર બજાર પર અસર થઈ છે.
આ બન્ને દેશોના યુધ્ધે જે થોડી શાંતી સર્જી હતી તેના કારણે ક્રુડ તેલના ભાવ કંઈક અંશે હળવા થઈ રહ્યા હતા પરંતુ હવે ભારતના વપરાશનું બે્રન્ટ ક્રુડ 1.5 ટકા વધીને 90 ડોલરને પાર કરી ગયું છે.
આમ ભારત માટે ફરી એક વખત મોંઘુ ક્રુડ તેલ ખરીદવુ પડે તે સંકેત છે. જેનાથી ઓઈલ કંપનીઓ પર પણ દબાણ વધશે અને ભારતમાં ઘર આંગણે પેટ્રોલીયમ પેદાશો જે સસ્તા થવાની ધારણા હતી તે વધુ મોંઘા થશે.
ખાસ કરીને હાલમાં જ દિલ્હી સહીતના શહેરોમાં જે રીતે સીએનજીના ભાવ વધ્યા છે તે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વધશે તો આશ્ચર્ય થશે નહીં. ભારત આગામી સમયમાં અન્ય દેશોમાંથી જે ક્રુડ તેલ મંગાવે છે તે વધુ મોંઘુ મળશે.

