Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 9, 2026

    Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

    September 9, 2026

    Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું

    September 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    • Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું
    • Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે બેટલ ઓફ પાઈ-ઓનિયર્સ હેઠળ આંતર-હાઉસ ગણિત ક્વિઝ યોજાઈ
    • Jamnagarના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી
    • Jamnagar ડેન્ટલ કોલેજના રૂ.૧.૩૬ કરોડના ફંડ કૌભાંડમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર
    • Jamnagarમાં દારૂ પીને તોફાન કરતો અને પત્ની સાથે ઝગડતો શખ્સ ઝડપાયો
    • Jamnagar: યુવક પર મિત્રને ગાળો આપ્યાના મુદ્દે ચાર શખ્સોનો લાકડાના ધોકાથી હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2026Updated:September 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૯

    અમદાવાદના સરખેજમાં થયેલ આ ઓનર કિલિંગની ઘટના એક સામાન્ય અકસ્માતથી શરૂઆત થાય છે. આ ઘટના ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ની છે. ૧૨ ઓગસ્ટ રાતના ૧૧ વાગ્યાનો સમય આસપાસ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળે છે કે સરખેજના ભાઈજીપુરાની અવાવરું નવી ટીપી રોડ પર એક મોટરસાયકલને અજાણ્યા વાહને ટક્કર મારી છે અને આ અકસ્માતમાં મોહમ્મદ હાબીલ નામના યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ તેની ૨૨ વર્ષીય બહેન સોફિયાના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેનું સોલા સિવિલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

    પ્રાથમિક દ્રષ્ટિએ આ એક હિટ એન્ડ રનનો કેસ લાગતો હતો. ફરિયાદી અને મૃતકના ભાઈ હાબીલ રસ્તા પર બેભાન થઇ ગયો હતો  અને એક રીક્ષા ચાલકે તેના ફોનમાંથી પરિવાર અને પોલીસને જાણ કરી હતી. એમ ટ્રાફિક પોલીસે રાબેતા કામગીરી મુજબ અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં જે સ્થળ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું તેના આસપાસના સીસીટીવી તપાસવાની શરૂવાત કરી હતી અને ત્યાંથી જ એમ ટ્રાફિક પોલીસને શંકા ગઈ હતી.

    જોકે સીસી ટીવી જોતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસને આ ઘટનામાં કંઈક અજુગતું લાગ્યું. પોલીસે ભાઈજીપુરા અને આસપાસના વિસ્તારના વધારે સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું. આ તરફ મૃતક સોફિયાના પરિજનોના નિવેદનમાં પણ મોટી વિસંગતતા જોવા મળી. જ્યારે સીસીટીવીમાં ૩ લોકો દેખાતા હતા, તો નિવેદનમાં માત્ર ૨ લોકો હાબીલ અને સોફિયા હોવાનું કહેવાયું હતું. ભાઈ હાબીલ તરફથી ત્યારે એમ ટ્રાફિક ડિવિઝન પોલીસે વધુ તપાસ માટે સોફિયાના ભાઈ હાબીલને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યો હતો અને એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ ઉમેશ ધાખડએ પોલીસની પદ્ધતિ પૂછપરછ કરી જેમાં હબીલએ અકસ્માત બાબતે સંતોષ કારક જવાબ આપી શક્યો ન હતો અને પોલીસને વધુ શંકા ગઈ હતી.

    જેના કારણે વધુ શંકા ગઈ હતી ત્યારે ફરી ફરિયાદી ભાઈ મોહમ્મદ હાબીલ પર શંકા જતા પીઆઇ ઉમેશ ધાખડાએ કડકાઈ પૂર્વક પૂછપરછ માટે બોલાવ્યો. આખરે પોલીસની આકરી પૂછપરછ સામે ભાઈ હાબીલ વધુ ન ટકી શક્યો અને બહેન સોફિયાની હત્યાની કબૂલાત કરી લીધી હતી. આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી  અને વધુ પૂછપરછ હાથ ધરી હતો તેમાં પણ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. અદ્વૈત બંગલો પાસેના એક CCTV કેમેરામાં બાઈક પર કુલ ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિ ભાગતો નજરે પડે છે, ત્યારે ત્રીજો વ્યક્તિ કોણ છે તે બાબતે પૂછતાં ભાઈ હબીલે જણાવ્યું હતું કે આ હત્યામાં એ એકલો નહિ પણ પિતા મોહમ્મદ ફારુક ખાન પણ સંડોવાયેલ છે. ત્યારે પિતાએ પણ પુત્રીની હત્યાની કબૂલાત કરી કે આ કોઈ અકસ્માત ન હતો પરંતુ તેમણે જ સોફિયાની હત્યા કરી છે. ત્યારે એમ ટ્રાફિક પોલીસે હત્યા પાછળનું કરણ જાણવા માત્રથી આરોપી પિતા પુત્રીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

    એમ ટ્રાફિક પોલીસની તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ પરિવાર મૂળ યુપીના બુલંદશહેરનો છે અને સરખેજમાં રહે છે. પિતા-પુત્ર બોપલ વિસ્તારમાં ફેબ્રિકેશન નું કામ કરે છે. મોહમ્મદ ફારુક ખાન પરિવારમાં કુલ ૫ દીકરીઓ છે. જે પૈકી એક સોફિયા પણ છે અને સોફિયા બોપલની ખાનગી હોસ્ટપિલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. આજથી ત્રણ માસ પહેલા સોફિયાનો બિભત્સ વીડિયો અને વોટ્‌સએપ ચેટ વાયરલ થયા હતા. આ વિડીયો અને ચેટ સોફિયાની બેન મળ્યા હતા અને પિતાને દેખાડવા માં આવ્યા હતા. ત્યારે પણ સોફિયાને  પિતા અને ભાઈ તરફથી સમજવામાં આવી હતી અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા માટે કહ્યું હતું. આરોપી પિતા-પુત્રની હદ તો ત્યારે થઇ હતી કે સોફિયા મરી જાય તેની ખાતરી કરવા જમીન પર પડેલી દીકરીના માથામાં હથોડીના વધુ બે ઘા માર્યા અને શ્વાસ બંધ ન થયા ત્યાં સુધી રાહ જોઈ. ત્યારબાદ અકસ્માતનો સીન ઊભો કરવા બાઈક પછાડી દીધું અને ભાઈ હાબીલે પોતાના હાથે સામાન્ય ઈજા પહોંચાડી દીધી હતી. પણ જે સીસીટીવીનો ડર હતો, તેણે જ આ સમગ્ર કાંડનો પર્દાફાશ કરી દીધો હતો. આરોપી પિતા પુત્ર હાલ તો એમ  ડિવિઝન ટ્રાફિક પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે તમામ પુરાવા એકત્ર કરવા માટે કવાયત હાથ ધરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય
    Next Article Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: મે ૨૦૨૭માં ‘સ્વદેશી’ બુલેટ ટ્રેનની ટ્રાયલ રન!

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને ૨૦ લાખનો દંડ થશે

    September 9, 2026
    અમદાવાદ

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    અમદાવાદ

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026
    અમદાવાદ

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awardsનો જલસો યોજાશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,000
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹238,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-09-2026 20:26
    Categories
    Latest News

    Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 9, 2026

    Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

    September 9, 2026

    Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું

    September 9, 2026

    Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે બેટલ ઓફ પાઈ-ઓનિયર્સ હેઠળ આંતર-હાઉસ ગણિત ક્વિઝ યોજાઈ

    September 9, 2026

    Jamnagarના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી

    September 9, 2026

    Jamnagar ડેન્ટલ કોલેજના રૂ.૧.૩૬ કરોડના ફંડ કૌભાંડમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર

    September 9, 2026
    Search
    Main News

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 9, 2026

    Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

    September 9, 2026

    Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું

    September 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.