Ahmedabad,તા.૯
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલા છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે અણબનાવ હોવાથી પોતાના પિયરમાં રહેતી હતી. એ દરમિયાન તેના પિતાના ઘરની બાજુમાં ભાડેથી રહેતા ૨૫ વર્ષીય મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ સાથે તેની ઓળખાણ થઈ. મિતેશ મૂળ બિહારનો છે અને અમદાવાદની એક કાપડ મિલમાં કામ કરતો હતો. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ અને વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ. મિતેશ મહિલાની નાની દીકરીને રમાડવા માટે પોતાના ઘરે લઈ જતો. બસ આ જ ઓળખાણનો ગેરલાભ ઉઠાવીને મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ મહિલા પર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનું શરૂ કર્યું.
જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ એ તેની નાની દીકરીને મારી નાખવાની ધમકી આપી. એટલું જ નહીં, આરોપીએ કોઈ રીતે મહિલા સાથેના ફોટા પાડી લીધા હતા. તેણે ધમકી આપી કે જો તે શારીરિક સંબંધ નહીં બાંધે તો તે આ ફોટા મહિલાના પતિ અને સાસરીયાઓને બતાવીને તેને બદનામ કરી દેશે. આ ધમકીઓથી ડરી ગયેલી મહિલાને આરોપી ગોવિંદવાડી ખાતેથી રિક્ષામાં બેસાડી ઘોડાસર વિસ્તારની એક હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન આરોપી મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ મહિલાને બ્લેકમેલ કરીને ચારથી પાંચ વાર આ હોટલમાં લઈ ગયો હતો ને બળાત્કાર કર્યો હોવા નો આરોપ મૂક્યો છે.
આરોપી મિસ્ટુકુમાર મનોજકુમાર સિંહ નો ત્રાસ આટલેથી ન અટક્યો નહીં અને ૪ એપ્રિલ ૨૦૨૫ ના રોજ બપોરે મંગલેશ્વર મહાદેવ રોડ પરથી જ્યારે ફરિયાદી મહિલા એક્ટિવા પર પસાર થઈ રહી હતી, ત્યારે આરોપી મિસ્ટુકુમાર મનોજકુમાર સિંહ તેને રસ્તામાં રોકી સંબંધ રાખવા દબાણ કર્યું અને જાહેરમાં ગાળાગાળી કરી લાફાપાટુનો માર પણ માર્યો હતો. ત્યાર બાદ આરોપી મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ ૩૦ જૂન ૨૦૨૫ ના રોજ રાત્રે તે ફરિયાદી મહિલાની મોટી બહેનની નોટરીની ઓફિસે પણ પહોંચી ગયો હતો અને ત્યાં પણ ઝગડો અને બબાલ કરી હતી…. ફરિયાદી મહિલા શરૂઆતમાં સામાજિક બદનામી અને દીકરીના જીવના ડરથી ચૂપ રહી હતી પણ આખરે ત્રાસ સહન ન થતા તેણે ઇસનપુર પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો અને કાયદાકીય મદદ લીધી હતી.
ફરિયાદ મળતા જ ઇસનપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ ની ધરપકડ કરી લીધી છે. ભલે આરોપીએ પોતાના ફોનમાંથી પુરાવા નાશ કરવા ફોટા ડિલીટ કર્યા હોય પરંતુ પોલીસ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે ડેટા રિકવર કરી રહી છે. કોલ ડિટેલ રેકોર્ડ વોટ્સએપ કોલ્સ લોકેશન અને જે હોટલમાં દુષ્કર્મ કરવા માં આવ્યું હતું ત્યાંના રજિસ્ટર, દસ્તાવેજો અને ઝ્રઝ્ર્ફ ફૂટેજ મેળવીને ઇસનપુર પોલીસ આરોપી મિસ્ટુ કુમાર મનોજકુમાર સિંહ સામે મજબૂત પુરાવાઓ એકઠા કરી રહી છે. ઇસનપુર પોલીસ સાથે સાથે એ પણ તપાસ કરી રહી છે કે આ આરોપીએ અન્ય કોઈ મહિલાને પણ આ રીતે બ્લેકમેલિંગનો શિકાર બનાવી છે કે કેમ. પરંતુ આ ઘટના એ દરેક મહિલાઓ માટે લાલબત્તી સમાન છે કે પરિચિત વ્યક્તિ દ્વારા થતા બ્લેકમેલિંગ સામે ડર્યા વગર શરૂઆતમાં જ અવાજ ઉઠાવવો પોલીસને જાણ કરવી અત્યંત જરૂરી છે.

