(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૫ઃ
મોરબી અને વાંકાનેર પંથકમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બે વ્યક્તિના મોત થયા છે પોલીસે બંને બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે પ્રથમ બનાવમાં મોરબીના આમરણ ગામમાં રહેતા કમલેશભાઈ ટપુભાઈ મેરજા (ઉ.વ.૫૦) નામના પૌઢ ગાડીમાં બેસી જતા હતા ત્યારે મોરબીના માણેકવાડા ગામ નજીક શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશ હાલ વાંકાનેર જાલી ચોકડી પાસે રહેતા કુશહર જગલાલ ગોંડ (ઉ.વ.૩૩) નામના યુવાન વાંકાનેર ધમલપર ચોકડી પાસે આવેલ ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં હાઈડ્રો મશીનથી લોખંડ ટાંકો ઉચકી ગાડીમાં ચડાવતી વખતે ટાંકો સરખો કરવા જતા લોખંડ ટાંકો માથા પર પડતા ગંભીર ઈજા પહોંચતા અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું

