Rajkot તા.૩૧ઃ
દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રખર પ્રહરી, ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા મહાન રાષ્ટ્રપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સંસદ સભ્ય Rambhai Mokariyaએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભેર વંદન કર્યું હતું.
આ પ્રસંગે Rambhai Mokariyaએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર એક મહાન સ્વાતંત્ર્ય સેનાની કે રાજકીય નેતા હતા તેમજ ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન રાષ્ટ્રનાયક હતા. સ્વતંત્રતા બાદ દેશના વિવિધ રજવાડાઓને એક ભારતના રાષ્ટ્રભાવ સાથે જોડીને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબે ભજવેલી ઐતિહાસિક ભૂમિકા સદીઓ સુધી દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
સરદાર સાહેબનું સમગ્ર જીવન રાષ્ટ્રપ્રેમ, નિર્ભયતા, સંગઠનશક્તિ, કર્તવ્યનિષ્ઠા અને અડગ નિર્ણયશક્તિનું જીવંત ઉદાહરણ છે. તેમણે દેશની એકતા અને અખંડિતતા માટે જે અદ્વિતીય યોગદાન આપ્યું છે, તે ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આજે જ્યારે ભારત વિકાસ અને વૈશ્વિક પ્રગતિના માર્ગૅ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે સરદાર સાહેબના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચારને આત્મસાત કરીને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવી એ દરેક નાગરિકની જવાબદારી બને છે.‘‘સરદાર સાહેબનું જીવન ભારતની એકતા માટેનું અખંડ પ્રેરણાસ્ત્રોત છે અને તેમનું રાષ્ટ્રનિર્માણનું સ્વપન સાકાર કરવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.’’

