(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૫ઃ
મોરબી શહેર અને જીલ્લામાં અવારનવાર હડકાયા કુતરાનો આતંક જોવા મળતો હોય છે શેરીમાં રખડતા કુતરા અવારનવાર નિર્દોષ નાગરિકોને કરડતા હોય છે પરંતુ નીમ્ભર તંત્ર કોઈ નક્કર કામગીરી કરતુ ના હોવાથી નિર્દોષ નાગરિકોને ભોગ બનવું પડે છે આજે માળિયાના નવા અંજીયાસર ગામમાં હડકાયા કુતરાએ છ લોકોને બચકા ભર્યા હતા
માળિયાના નવા અંજીયાસર ગામમાં હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે આજે હડકાયા કુતરાએ બાળક સહીત છ વ્યક્તિને બચકા ભર્યા હતા જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગામમાં હડકાયા કુતરાના આતંકને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ભયની સાથે ગ્રામજનોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે

