Washington, તા. 25
અમેરિકાના પ્રમુખ પદે બીજી વખત ચૂંટાયેલા બાદ પૂર્વ પ્રમુખ જો બાઇડન અને ડેમોક્રેટીક પક્ષને સતત નિશાન બનાવી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વ્હાઇટ હાઉસના વેસ્ટ વિંગમાં જે વોક-વે છે ત્યાં અમેરિકાના તમામ પૂર્વ પ્રમુખોની તસ્વીરો લગાવાઇ છે પરંતુ તેમાં જો બાઇડનની તસ્વીર જ મુકાઇ નથી અને તેના સ્થાને ઓટોપેનની તસ્વીર છે. તે પણ રસપ્રદ છે.
ઓટોપેન એ એવું ઇલેકટ્રોનિક ડિજીટલ સાધન છે જે મુળ વ્યકિતના હસ્તાંક્ષર આપ મેળે કરે છે અને રોબોટીક આર્મ જેવી વ્યવસ્થા છે. સમાન્ય રીતે સંગ્રહકારો તેનો ઉપયોગ કરે છે. જ્યારે અનેક રાષ્ટ્ર વડાઓ પણ પોતાની સિગ્નેચરમાં તફાવત ન આવે તે માટે ઓટોપેનનો ઉપયોગ કરે છે.
એવી ચર્ચા છે કે, બાઇડન પોતાના કાર્યકાળ દરમ્યાન યોગ્ય સ્વાસ્થ્ય ન હોવાથી ઓટોપેનનો ઉપયોગ કરતા હતા અને અનેક વખત તેમની જાણ બહાર પણ બાઇડન તંત્ર આ પ્રકારે ઓટોપેનનો ઉપયોગ કરીને અનેક નિર્ણયો પર પ્રમુખની સહી છે તેવું દર્શાવતા હતા.