લગભગ રૂ.૨૨ લાખ કરોડના પ્રોજેક્ટ અટવાયેલા છે રૂ.૩૨ લાખ કરોડના પ્રોજેક્ટ મંજૂરીની રાહમા
New Delhi, તા.૨૨
ભારતને માર્ચ ૨૦૩૧ સુધીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રૂ. ૧૬૮થી રૂ. ૧૭૨ લાખ કરોડના રોકાણની જરૂર પડશે. પરંતુ તેમાંના આશરે રૂ. ૭૮થી રૂ. ૮૦ લાખ કરોડના પ્રોજેક્ટની હજુ સુધી જાહેરાત નથી થઈ. અહેવાલ મુજબ આગામી પાંચ વર્ષમાં ઈન્ળાસ્ટ્રક્ચરની કુલ જરૂરિયાતમાંથી રૂ. ૩૮થી રૂ. ૪૦ લાખ કરોડનું રોકાણ પહેલેથી જ ફાઇનાન્સ થઈ ચૂક્યું છે.બીજી તરફ, રૂ. ૩૧થી રૂ. ૩૨ લાખ કરોડના પ્રોજેક્ટ નાણાકીય મંજૂરીની રાહમાં છે.
જ્યારે, રૂ. ૨૧થી રૂ. ૨૨ લાખ કરોડના પ્રોજેક્ટ અટવાયેલા છે.દેશને ૨૦૪૭ સુધી રૂ. ૬૮૦થી રૂ. ૭૭૦ લાખ કરોડ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની જરૂર પડી શકે છે. તેમાં શહેરો, પરિવહન, પાણી, ઊર્જા, રેલવે અને અન્ય જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે. આ જરૂરિયાત પૂરી કરવા માત્ર સરકારી ખર્ચ પૂરતો નહીં રહે. પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ વધારવું પડશે. આ સાથે જ વધુ પ્રોજેક્ટને રોકાણ માટે તૈયાર કરવા જરૂરી રહેશે.

