Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    રાજકોટ

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    Vikram RavalBy Vikram RavalNovember 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડીજીપી ઓફિસને ઉગતા પોરમાં જ ધમકીભર્યો ઇમેઇલ મળતા રાજ્ય ભરની  પોલીસ એલર્ટ  સઘન ચેકીંગ હાથ ધરાયું, કશું જ શંકાસ્પદ નહિ મળતા હાશકારો

    Rajkot તા.૩ઃ

    ’૨૦૦૮ ને ભૂલશો નહિ, બિગ સરપ્રાઈઝ ફોર ઇન્ડિયન ગવર્મેન્ટ’ આવાં શબ્દો સાથે આજે ઉગતા પોરમાં જ ડીજીપી ઓફિસને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. જે ઈમેલમાં રાજકોટ, અમદાવાદની સાબરમતી સહીત રાજ્યભરની જેલો, ડીજીપી ઓફિસ, કલેક્ટર કચેરી અને એક મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઇમેઇલ મળતાની સાથે જ ડીજીપી ઓફિસ દ્વારા રાજ્યભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. પોલીસે અલગ અલગ પરિસરમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું પણ કશું જ શંકાસ્પદ નહિ મળી આવતા તંત્રને હાશકારો થયો હતો.

    પ્રાપ્ત વિગત અનુસાર ગાંધીનગર સ્થિત ડીજીપી ઓફિસને એક અત્યંત સંવેદનશીલ અને ધમકીભર્યો ઈમેઈલ મળતાં સમગ્ર રાજ્યના પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા આ ઈમેઈલમાં ડીજીપી ઓફિસ, કલેક્ટર કચેરી, એક મંદિર તેમજ રાજ્યની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી છે, સાથે જ તેમાં ‘‘૨૦૦૮ને ન ભૂલતા‘‘ તેવો ભયજનક ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ધમકીભર્યો મેઈલ સામે આવતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યની તમામ જેલો તેમજ મહત્વના સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલા સાથે સઘન તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

    જેલ સત્તાધીશોને આ પ્રકારનો ધમકીભર્યો ઈમેઈલ મળતા જ વહીવટી તંત્રમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તુરંત જ સ્થાનિક પોલીસની ટીમો, ઉચ્ચ અધિકારીઓ તેમજ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડને સાબરમતી સહિત રાજ્યની મુખ્ય જેલો પર રવાના કરવામાં આવી હતી. જેલ પરિસરમાં ખૂણે-ખૂણે સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી.

    જેલોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આવતા-જતા વાહનો તથા શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન નજર રાખવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેઈલ કયા સ્થળેથી અને કોણે મોકલ્યો છે તે અંગે સાયબર ક્રાઈમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ અફવા ફેલાવનાર કે ધમકી આપનાર શખસ સુધી પહોંચી શકાય.

    Rajkot જેલમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ઝીણવટભરી તપાસ

    ડીજીપી ઓફિસને મળેલા ઇમેઇલને પગલે રાજ્ય આખાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. જેના પગલે રાજકોટ શહેર એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, પ્ર. નગર પોલીસ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને ક્યુઆરટીની ટીમો તાત્કાલિક પોપટપરા સ્થિત મધ્યસ્થ જેલ ખાતે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા અહીં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ચેકીંગ દરમિયાન કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. જેથી પોલીસ સહીત સમગ્ર તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો હતો.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    Next Article આજનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત

    November 3, 2026
    રાજકોટ

    Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: દિવાળી કાર્નિવલ અંતર્ગતના કાર્યક્રમમાં બોકસ ઘટયા-કલાકારો વધ્યા ધસારો જોઇ મેયરે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવા સૂચના આપી

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ, પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 21:33
    Categories
    Latest News

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026

    Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.