Bhavnagar,તા.૨૮
ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન , ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભાવનગર જિલ્લા ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાનો આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં ૭૦૦ થી વધુ ઉદ્યોગવાંછુ મહિલાઓ, ઉદ્યોગસાહસિકો, એક્સપર્ટ ફેકલ્ટીઓ, ઉદ્યોગ જગતના પદાધિકારીઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર શ્રીમતી ઉષાબેન તલારેજા, રાજકુમારી બ્રિજેશ્વરી કુમારી, ભાવનગર કલેક્ટર, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિશ્રી, નિયામકશ્રી સી.ઈ.ડી. ડો. નીલ શ્રીમાળી, સી.ઈ.ડી.ના અધિકારીઓ અને કર્મચારીગણ તથા અન્ય મહાનુભાવો હાજર રહેલા હતા. કાર્યક્રમ દરમ્યાન સી.ઈ.ડી. ના વિવિધ આયામો ની માહિતી, ઉદ્યોગ ધંધો કરવા અંગેનું માર્ગદર્શન, સરકારી યોજનાઓની માહિતી, ઉદ્યોગ ધંધા અંગેની તકો, સેલ્સ અને માર્કેટિંગ વિગેરે વિશે માહિતી આપવામાં આવેલ. ઉપરાંત સફળ ઉદ્યોગ સાહસિકો દ્વારા અનુભવો વર્ણન, પ્રોડક્ટ ડિસ્પ્લે, સાંસ્કૃતિક કાર્યકમ નું આયોજન પણ કરવામાં આવેલ. સી.ઈ.ડી. સંસ્થા દ્વારા રાજ્યભરમાં આ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો યોજાનાર છે.

