Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજે Vaisakhi Purnima : ભગવાન બુધ્ધનું પૃથ્વી પર અવતરણ

    May 1, 2026

    Botad માં બુટલેગરે ભાડાના મકાનમાં સંગ્રહ કરેલ વિદેશી દારૂ-બિયરનો રૂા.3.30 લાખનો મુદામાલ જપ્ત

    May 1, 2026

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજે Vaisakhi Purnima : ભગવાન બુધ્ધનું પૃથ્વી પર અવતરણ
    • Botad માં બુટલેગરે ભાડાના મકાનમાં સંગ્રહ કરેલ વિદેશી દારૂ-બિયરનો રૂા.3.30 લાખનો મુદામાલ જપ્ત
    • વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: ખાનગી હોસ્પિટલમાં પોલીસ અને આરોગ્ય વિભાગનું સંયુકત ચેકિંગ
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ખાનગી હોસ્પિટલમાં પોલીસ અને આરોગ્ય વિભાગનું સંયુકત ચેકિંગ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagarતા.3
    સુરેન્દ્રનગરમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના ગંભીર આક્ષેપોને પગલે સુરેન્દ્રનગર શહેરમાં હડકંપ મચી ગયો છે. સુરેન્દ્રનગરના બસ સ્ટેશન રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં BHMS (બેચલર ઑફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી) ડિગ્રી ધરાવતા ડોક્ટર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને એલોપેથી (આધુનિક દવાઓ)ની પ્રેકિ્ટસ કરવામાં આવતી હોવાની ચોક્કસ ફરિયાદ મળી હતી.

    આ ફરિયાદને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે આજે આ હોસ્પિટલમાં અચાનક ચેકિંગ હાથ ધરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, જેના કારણે શહેરમાં ગેરકાયદે પ્રેકિ્ટસ કરતા તબીબોમાં ફફડાટ ફેલાયો છે.

    સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં ડોક્ટર અભિષેક ગોહિલ દ્વારા આ ગેરકાયદે પ્રેકિ્ટસ કરવામાં આવતી હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ડો. અભિષેક ગોહિલ પોતે હોમિયોપેથીની ડિગ્રી (BHMS) ધરાવતા હોવા છતાં, હોસ્પિટલમાં આવતા દર્દીઓને તેઓ એલોપેથીની દવાઓ આપી રહ્યા હતા. એલોપેથી દવાઓ માત્ર MBBS કે MD જેવી આધુનિક મેડિકલ ડિગ્રી ધરાવતા ડોક્ટરો જ આપી શકે છે.

    એક હોમિયોપેથી ડોક્ટર દ્વારા એલોપેથી દવાઓ આપીને દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચી હતી.

    સ્થાનિક નાગરિકો તરફથી બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત મળ્યા બાદ પોલીસે આ ગંભીર મામલાને ધ્યાને લીધો હતો. દર્દીઓના સ્વાસ્થ્યનો સવાલ હોવાથી, પોલીસે તાત્કાલિક જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સંયુક્ત ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના તમામ દસ્તાવેજો, દવાઓનો સ્ટોક અને તબીબી સ્ટાફની યોગ્યતાની ચકાસણી શરૂ કરી છે.

    ચેકિંગ દરમિયાન અન્ય એક શંકાસ્પદ બાબત પણ સામે આવી છે. હોસ્પિટલના બોર્ડ પર જે ડોક્ટરનું નામ દર્શાવેલું હતું, તે ડોક્ટર આશિષ કાંજિયા હોસ્પિટલમાં નિયમિતપણે હાજર ન રહેતા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો બોર્ડ પરના નિયુક્ત ડોક્ટર હાજર ન હોય અને તેમની જગ્યાએ અન્ય ગેરલાયક તબીબ પ્રેકિ્ટસ કરતા હોય, તો તે મેડિકલ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાય છે. આરોગ્ય વિભાગ દ્વારા આ અંગેના જરૂરી પુરાવા અને કાગળિયાં એકઠા કરવામાં આવી રહ્યા છે.

    પોલીસની હાજરીમાં આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી દવાઓ, સારવારની પદ્ધતિ અને ડોક્ટરની લાયકાત સંબંધિત તમામ રેકોર્ડ્સ જપ્ત કર્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસના આધારે અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર, આગામી સમયમાં યોગ્ય અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં મેડિકલ પ્રેકિ્ટસની ગુણવત્તા અને નિયમન અંગે સવાલો ઉભા કરે છે.

     

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    આજે Vaisakhi Purnima : ભગવાન બુધ્ધનું પૃથ્વી પર અવતરણ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Botad માં બુટલેગરે ભાડાના મકાનમાં સંગ્રહ કરેલ વિદેશી દારૂ-બિયરનો રૂા.3.30 લાખનો મુદામાલ જપ્ત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજે Vaisakhi Purnima : ભગવાન બુધ્ધનું પૃથ્વી પર અવતરણ

    May 1, 2026

    Botad માં બુટલેગરે ભાડાના મકાનમાં સંગ્રહ કરેલ વિદેશી દારૂ-બિયરનો રૂા.3.30 લાખનો મુદામાલ જપ્ત

    May 1, 2026

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજે Vaisakhi Purnima : ભગવાન બુધ્ધનું પૃથ્વી પર અવતરણ

    May 1, 2026

    Botad માં બુટલેગરે ભાડાના મકાનમાં સંગ્રહ કરેલ વિદેશી દારૂ-બિયરનો રૂા.3.30 લાખનો મુદામાલ જપ્ત

    May 1, 2026

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.