Botad, તા.1
બોટાદ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જી.એમ. પાવરા અને તેમની ટીમ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનના ગઢડા રોડ, મધુરમ-1, આરોપીના કબ્જાના ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નં. 1705 કિંમત રૂા.2,70,168 તથા બીયર ટીન નં. 480 કિંમત રૂા.60,000 મળી કુલ મુદ્ામાલ કિંમત રૂા.3,30,168નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
બોટાદ એલસીબીના પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા રાજેન્દ્રસિંહ ડોડીયાનાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે વાસુદેવસિંહ ગોહીલ રહે. બોટાદ, રાજપુત શેરી, તા.જી. બોટાદવાળાએ બોટાદ, ગઢડા રોડ, મધુરમ-1, પાણીની ટાંકી પાસે, બ્લોક નં. 12 ખાતે ભાડાનું મકાન રાખી તે મકાને વિદેશી દારુનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે રેડ કરતા સદરહુ મકાનમાંથી વિદેશી દારુ બોટલ નં. 1705 કિંમત રુા. 2,70,168 અને બિયર નંગ-480 કિંમત રૂા.60 હજાર મળી કુલ રૂા.3,30,168નો મુદામાલ જપ્ત કરી ફરાર બુટલેગર વાસુદેવસિંહ ગોહિલ વિરુધ્ધ ગુનો નોંધાવેલ છે.
આ કામગીરી જી.એમ. પાવર, સુપરવિઝન હેઠળ એચ.એ. વસાવા તથા પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાએ કરી હતી.

