Mumbai, તા.૧૦
પુત્રના જન્મ પછી વધેલા વજન અંગે ટ્રોલિંગ પર કેટરિના કૈફે આપ્યો આવો સણસણતો જવાબ. બોલિવૂની અભિનેત્રી કેટરિના કૈફ તાજેતરમાં પોતાના વજનને લઈને ટ્રોલ્સના ટાર્ગેટ પર આવી ગઈ હતી, જે બાદ અનેક સેલેબ્સ તેના સમર્થનમાં આગળ આવ્યા હતા. હવે કેટરિના કૈફે પોતે પ્રેગ્નન્સી પછી વધેલા વજન અંગે થયેલી ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે. ગણેશોત્સવ દરમિયાન પહેલીવાર જોવા મળી હતી કેટરિના કેટરિના કૈફ માતા બન્યા પછી છેલ્લા દિવસોમાં ગણેશ ઉત્સવ દરમિયાન પહેલીવાર એક મોટા ઈવેન્ટમાં જોવા મળી હતી.બોલિવૂની અભિનેત્રી કેટરિના કૈફ તાજેતરમાં પોતાના વજનને લઈને ટ્રોલ્સના ટાર્ગેટ પર આવી ગઈ હતી, જે બાદ અનેક સેલેબ્સ તેના સમર્થનમાં આગળ આવ્યા હતા. હવે કેટરિના કૈફે પોતે પ્રેગ્નન્સી પછી વધેલા વજન અંગે થયેલી ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે. કેટરિના કૈફ માતા બન્યા પછી છેલ્લા દિવસોમાં ગણેશ ઉત્સવ દરમિયાન પહેલીવાર એક મોટા ઈવેન્ટમાં જોવા મળી હતી. તેણે અંબાણીના ઘરે આયોજિત ગણેશોત્સવમાં હાજરી આપી હતી, જ્યાં તે વિક્કી કૌશલ સાથે પહોંચી હતી. જેવા જ તેના ફોટોઝ અને વીડિયોઝ સામે આવ્યા, તેમાં તેના વધેલા વજનને લઈને ટ્રોલ્સે તેને નિશાના પર લીધી હતી.માતા બન્યા પછી વધેલા વજનને લઈને આ રીતે કેટરિના ટ્રોલ્સના નિશાના પર આવતા જોઈને બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો તેના સમર્થનમાં આવ્યા હતા. રજનીકાંતની પુત્રી અને ફિલ્મમેકર સૌંદર્યા રજનીકાંતે પણ ડિલિવરી પછી મહિલાઓના શરીરમાં થતા ફેરફારોને લઈને થતી ટ્રોલિંગ પર રિએક્ટ કર્યું હતું અને હવે ખુદ કેટરિના કૈફે આ ટ્રોલિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.પુત્ર વિહાનના જન્મ પછી પહેલીવાર કેટરિના કૈફ જાહેર મંચ પર જોવા મળી હતી અને ટ્રોલ્સે તેને તેના વધેલા વજનને લઈને ઘેરી લીધી હતી. હવે કેટરિનાએ પોતાની ટ્રોલિંગ પર પહેલીવાર મૌન તોડીને મહિલાઓને એક ખાસ મેસેજ આપ્યો છે.

