Mumbai, તા.૨૪
મોહિત સૂરીની આગામી ફિલ્મમાં ફરી સાથે કામ કરી રહેલાં અહાન પાંડે અને અનીત પડ્ડા એરપોર્ટ પર સાથે દેખાયાં હતાં. જોકે, તેઓ કેમેરાપર્સન્સને જોતાં જ તેમનાથી બચીને ભાગ્યાં હતાં. તેમની આ ચેષ્ટાથી તેમના વચ્ચે અફેરની ચર્ચાઓને સમર્થન મળ્યું છે.એરપોર્ટ પર અહાન લાલ હૂડી, સફેદ ટી શર્ટ અને લાઇટ બ્લુ જિન્સમાં હળવા મિજાજમાં જણાયો હતો જ્યારે અનીતે ગ્રીન ટોપ અને બ્રાઉન ટ્રાઉઝર પહેર્યું હતું. અનીતે કેમેરાથી બચવાના પ્રયાસમાં પોતાનું માથું નમાવી દીધું હતું. તેણે પોતાનો ચેહેરો બ્લેક કેપ અને ડાર્ક સનગ્લાસીસથી ઢાંકી લીધો હતો.તાજેતરમાં બંનેએ એકસરખાં ગુલાબી રંગના કપડાં પહેરી સાથે દિવાળી ઉજવી હતી. અહાન પાંડેએ ચિકી પાંડે અને ડીન પાંડનો પુત્ર છે. ચંકી પાંડે તેના કાકા થાય છે. અહાનની માતા ડીન પાંડેએ તેમની આ ઉજવણીના ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા.અનીત અને અહાન પોતાને સારા મિત્રો ગણાવે છે પણ અનીત પાંડે પરિવારના ઘણાં પ્રસંગોમાં સામેલ થતી આવી છે. અગાઉ અહાનની બહેન અલ્લાના પાંડેના બેબીશાવર પ્રસંગે પણ તેણે અહાન અને અનન્યા સાથે ગેમ્સમાં ભાગ લીધો હતો. ‘સૈયારા’ની જોડી જાહેરમાં સતત દેખાતી હોઇ તેમના ચાહકોને તેમના વિશે ઓનલાઇન ચર્ચા કરવામાં મજા પડે છે.

