તેઓ ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં ધરણામાં સામેલ થવા જઈ રહ્યા હતા : ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ
Mumbai, તા.૧૦
મહારાષ્ટ્રના મુંબઈમાં પોલીસે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર Tushar Gandhiને કસ્ટડીમાં લીધા છે. તેમને ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પહોંચે તે પહેલાં જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ઝ્રત્નઁ દ્વારા દિલ્હીના જંતર-મંતર પર આયોજિત પ્રદર્શનના સમર્થનમાં મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તુષાર ગાંધીએ કસ્ટડીમાં લીધા બાદ એક વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે બપોરે ૩ઃ૩૦ વાગ્યે લોકો ચોક્કસપણે એકઠા થશે.
વીડિયોની વિગતો અનુસાર, તેમને બાંદ્રાથી કસ્ટડીમાં લઈને પહેલાં સાંતાક્રુઝ અને ત્યારબાદ ડી.એન. નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા. વીડિયોમાં તેમણે દાવો કર્યો કે કોઈપણ સંજોગોમાં લોકો પ્રદર્શન માટે એકઠા થશે અને કોઈપણ તાકાત તેમને રોકી શકશે નહીં.
તુષાર ગાંધી સહિત અનેક સંગઠનોએ આજે બપોરે ૨ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પ્રદર્શન કરવાની મંજૂરી માગી હતી, પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી નહોતી. તુષાર ગાંધી અને તેમના સમર્થકો ઓગસ્ટ ક્રાંતિ મેદાન પહોંચે તે પહેલાં જ તેમને નેશનલ કૉલેજ પાસેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પ્રદર્શન માટે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. બીજી તરફ, મુંબઈના શિવાજી પાર્કમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. બીજી તરફ, દિલ્હી પોલીસે ઝ્રત્નઁના નેતા અભિજીત દીપકે સહિત સૌરભ દાસ અને આશુતોષ રાંકા તેમજ અન્ય અનેક નેતાઓને વિમાનની અંદરથી જ કસ્ટડીમાં લઈ લીધા હતા.
કોઈને પણ જંતર-મંતર જવા દેવામાં આવ્યા નહોતા. તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે, તેની માહિતી મળી શકી નથી. જ્યારે દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએથી આંદોલનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે, જેમની સંખ્યા હજારોમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, જંતર-મંતરના સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે શુક્રવારથી જ કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી, જેની અસર આજે સવારથી જોવા મળી રહી છે. દિલ્હીમાં ૫૭ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે અને અનેક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.

