New Delhi તા.24
ભારતના લાખો-કરોડો પ્રોવીડન્ટ ફંડ સબસ્ક્રાઈબર્સને તુર્તમાં નવી સરળ સુવિધા ઉપલબ્ધ બનશે જે અંતર્ગત વોટસએપથી પણ પીએફનો ઉપાડ કરી શકશે. વોટસએપથી પીએફ ઉપાડનો દાવો થવાના સંજોગોમાં તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે.
એમ્પ્લોઈઝ પ્રોવીડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે નવા વર્ષથી વોટસએપ મારફત દાવાની સુવિધા ઉભી થવાની સંભાવના છે.
આ સિવાય ભીમ એપ મારફત યુપીઆઈ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. તેનાથી નાણા મેળવી શકાશે. જોકે તેમાં નાણાં ઉપાડની ન્યુનતમ તથા મહતમ મર્યાદા પણ નકકી રહેશે.
સુત્રોએ કહ્યું કે, ઈ વર્તમાનમાં પીએફ ખાતાધારક વોટસએપ મારફત બેલેન્સ ચેક કરી શકે છે. ઉપરાંત અંતિમ પાંચ લેવડ દેવડ તથા પાસબુક ડાઉનલોડ કરી શકે છે હવે તેમાં કલેઈમ ફાઈલ કરવાની સુવિધા ઉમેરવામાં આવશે. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર તથા આધાર ઓટીપી મારફત વેલીડેશન થશે. નાણાં સબસ્ક્રાઈબર તથા ખાતામાં જમા થશે.
સુત્રોએ ઉમેર્યુ કે, યુપીઆઈ સુવિધા શરૂ કરવા માટે પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો હતો 40 લોકો સાથે ટ્રાયલ સફળ રહી હતી સુચિત સુવિધા હેઠળ યુપીઆઈ મારફત નાણાં ઉપાડની મર્યાદા પણ નકકી થશે.

