શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
માતાજીના છઠ્ઠા સ્વરૂપ નું નામ ભગવતી કાત્યાયની છે મહર્ષિ Katyayani ત્યાં પુત્રી રૂપે જન્મ લીધેલો હોવાથી ભગવતી કાત્યાયની ના નામથી પ્રસિદ્ધ થયા છેએક કથા પ્રમાણે માતાજી આસો વદ ચૌદશ ના દિવસે મહર્ષિ ના ઘરે જન્મ લઈ અને આસો શુદ સાતમ આઠમ નોમ ની પૂજા સ્વીકારી અને દશમ ના દિવસે માતાજી એ મહિષાસુર નો વધ કરેલો માતાજી કાત્યાયની બ્રજ મંડળ ના અધિષ્ઠાત્રી દેવીના રૂપ માં પ્રસિદ્ધ છે માતાજી નુ સ્વરૂપ ભવ્ય છે માતાજીના ચાર હાથમા જમણા હાથ મા અભય વરદાન આપે છે ડાબી બાજુના હાથમાતલવાર અને કમળ છે વાહન સિંહ નું છે,માથા પર સોના નો મુકુટ છે,શોભાયમાન છે માતાજીની ઉપાસના,છઠ્ઠા નોરતે કરવામા આવે છે,માતાજીની ઉપાસનાથી કામ ક્રોધ ધર્મ અર્થ અને માતાજીની ઉપાસનાથી ધર્મ – અર્થ – કામ – મોક્ષ નીપ્રાપ્તિ થાય છે
કાત્યાયની માતાનો પ્રિય નૈવેદ્ય (ભોગ)ઃમધ માતા કાત્યાયનીને મધ નો ભોગ અત્યંત પ્રિય છે.છઠ્ઠા નોરતે માતાજીને શુદ્ધ મધ અથવા મધમાંથી બનેલી મીઠાઈનો પ્રસાદ ધરવાથી સાધકને સુંદર રૂપ પ્રાપ્ત થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
પૂજાનો મુખ્ય મંત્રઃમાતાજીની પૂજા કરતી વખતે નીચેના મંત્રનો જાપ કરવો ઉત્તમ ફળદાયી રહે છે
ૐ દેવી કાત્યાયન્યૈ નમઃ
જ્યોતિષ મા મહત્વઃબૃહસ્પતિ ગ્રહ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, માતા કાત્યાયની ગુરુ ગ્રહનું નિયંત્રણ કરે છે.જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ દોષ મુક્તિ જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય અથવા અશુભ ફળ આપતો હોય, તેમણે માતા કાત્યાયનીની આરાધના કરવી જોઈએ. આ પૂજાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે. જે લોકોને જન્મકુંડળીમાં ગુરુ + રાહુ ચાંડાલ યોગ હોય ગુરુ નીચ રાશી મા હોય આ દિવસે ઉપવાસ કરી માતાજીની પૂજા ઉપાસના કરવાથી લાભ મળે છેલગ્નજીવનની સમસ્યાઓ જે યુવક કે યુવતીઓના લગ્નમાં વિલંબ થતો હોય અથવા અવરોધો આવતા હોય, તેમના માટે આ દિવસની પૂજા ઉત્તમ ગણાય છે. કાત્યાયની માતાની કૃપાથી શીઘ્ર લગ્નના યોગ બને છે અને વૈવાહિક જીવન સુખમય રહે છે.

