પં.ડો. હિતેષ એ. મોઢા જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
(૧) મેષ — આ સપ્તાહ દરમિયાન અનેક નવા કામકાજ મળવાના સંયોગો. સાથે જ, ગત વર્ષના જૂના અને અધૂરા રહી ગયેલા ધંધા-વ્યાપારના કામકાજને વેગ મળશે તેવી પૂર્ણ સંભાવના. તેમજ સરકારી કામકાજ નિર્વિધ્ને પૂરા થવાની પણ શક્યતા છે. નાના મશીનરી ઉદ્યોગના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડી શકે છે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ હળવા સંઘર્ષવાળું નીવડશે તેવી પૂરી સંભાવના છે. સરકારી ક્ષેત્રના કર્મચારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૨૩ ઓક્ટોબર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ — આ સપ્તાહ દરમિયાન આકસ્મિક લાભ મળી શકે તેવી પૂર્ણ સંભાવના. લીગલ શેરબજારના જાતક માટે આ સપ્તાહ સરવાળે અતિ લાભકર્તા નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ લાભદાયક નીવડવાની પૂરી શક્યતા. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું તેમજ સાનુકૂળ રહેશે. નાના તથા છૂટક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ મધ્યમ નીવડશે, પરંતુ અવૈધ વહીવટથી ખાસ સંભાળવું. મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ૨૦ ઓક્ટોબર સાધારણ નીવડશે.
(૩) મિથુન — રિયલ્ટી એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક રહેશે. કલર્સ તેમજ કેમિકલના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડવાની પૂર્ણ સંભાવના. શીતલ પેયના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું તેમજ આકસ્મિક ધન-લાભ વાળું જણાશે. આ સિવાયના અન્ય તમામ કદના ઔદ્યોગિક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી અને સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. ૧૯ ઓક્ટોબર સાધારણ નીવડશે.
(૪) કર્ક — સ્યુડો ફિલોસોફર્સ અને દંભી બૌદ્ધિક-વિચારક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. આયુર્વેદિક ઔષધિ તથા હર્બલ ઔષધિ (પ્રોડક્ટ)ના ઔદ્યોગિક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયી નીવડશે. હેવી મશીનરીના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડવાની સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડે તેવી શક્યતા. કુટુંબ તરફથી સહકાર મળશે તેવી પૂર્ણ સંભાવના. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ૨૧ ઓક્ટોબર સામાન્ય રહેશે.
(૫) સિંહ — આ સપ્તાહે કોમોડિટી, શેરબજાર અને અવૈધ સટ્ટા/જુગારથી વિશેષ કાળજી રાખવી, નહીં તો મોટી ખોટ જઈ શકે તેવી સંભાવના. શિપિંગ એકમના જાતક તેમજ તેને સંબંધિત તમામ એકમના જાતક માટે આ સપ્તાહ અત્યંત લાભદાયી નીવડશે તેવી પૂર્ણ સંભાવના. અગરબત્તી અને ધૂપના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયી નીવડશે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ રહેશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૨૪ ઓક્ટોબર સાધારણ રહેશે.
(૬) કન્યા — આ સપ્તાહ દરમિયાન કોમોડિટી, શેરબજાર અને અવૈધ સટ્ટા/જુગારથી વિશેષ રૂપે સંભાળવું, અન્યથા મોટી નુકસાનીની શક્યતા. કસ્ટમાઇડ ગિફ્ટ આર્ટિકલ તેમજ હોમ ડેકોરેશનના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યંત લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયી તેમજ ભારે વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભકર્તા નીવડશે. પરિવાર સાથે લાંબા પ્રવાસની સંભાવના. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૯ તથા ૨૦ ઓક્ટોબર સામાન્ય જણાશે.
(૭) તુલા — હાર્ડવેર સોલ્યુશન, સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી સિસ્ટમ સંબંધિત વ્યાપારિક અને સર્વિસ એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. પેકેજિંગ મટિરિયલના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યંત લાભદાયક નીવડવાની પૂરી શક્યતા. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ખૂબ લાભકારી રહેશે. કુટુંબ-પરિવાર તરફથી સાથ-સહકાર મળશે તેવી પૂરી શક્યતા. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ૨૦ ઓક્ટોબર સાવ સામાન્ય નીવડશે.
(૮) વૃશ્ચિક — આ સપ્તાહ દરમિયાન ભારે દોડધામ થવાની સંભાવના સાથે ચડાવ-ઉતાર આવશે તેવી શક્યતા. જૂના કે પડતર કામકાજનો ઉકેલ આવી જવાની પૂર્ણ સંભાવના. પેપર, સ્ટેશનરી, પ્રિન્ટિંગ પ્રેસ, ઓફસેટ સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભકારી નીવડશે તેવી પૂરી સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. પરિવારમાં હળવો મતભેદ થવાની સંભાવના. ગૃહિણી, મહિલાકર્મી, વિદ્યાર્થી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. ૧૮ તથા ૧૯ ઓક્ટોબર સરેરાશ રહેશે.
(૯) ધન — ખાદ્ય પ્રવાહી ઉત્પાદન એકમના જાતક તથા ફાર્મા-કેમિકલ એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. ઈમિટેશન જ્વેલરી તથા રિયલ જ્વેલરીના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક જાતક માટે આ સપ્તાહ સરેરાશ અને ભાગદોડવાળું નીવડશે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવા સંઘર્ષવાળું પરંતુ લાભદાયી નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ અર્ધ-લાભદાયક નીવડશે. ૨૧ ઓક્ટોબર સાવ સરેરાશ નીવડશે.
(૧૦) મકર — ફૂડ પાર્લર/કોર્ટ, રેસ્ટોરાં અને હાઈવે ઢાબા જેવા ફૂડ એકમના જાતક તેમજ વિવિધ પ્રકારના ફૂડ પ્રોડક્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક તથા ઔષધિયુક્ત હર્બલ ફૂડ પ્રોડક્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડવાની પૂરી શક્યતા. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૧૮ ઓક્ટોબર સામાન્ય રહેશે.
(૧૧) કુંભ — રેડીમેડ ગાર્મેન્ટ, જનરલ ફેબ્રિક તેમજ કોસ્મેટિક ચીજવસ્તુઓના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક તથા હર્બલ તેમજ અન્ય ફાર્માસ્યુટિકલ એકમના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું તથા આંશિક લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. નાના અને છૂટક વ્યાપારિક એકમના જાતક માટે હજુ આ સપ્તાહે પણ હળવી દોડધામ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ આંશિક લાભદાયક જણાશે. પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૧૮ ઓક્ટોબર સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય, શ્રમદાન)
(૧૨) મીન — યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જેવા જાતક માટે આ સપ્તાહ સંઘર્ષવાળું અથવા પ્રતિકૂળ નીવડે તેવી પૂરી શક્યતા. હેવી અને હ્યુજ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યંત લાભકારક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ વ્યસ્ત અને સાનુકૂળ રહેશે. મોટા અને જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે વ્યસ્ત નીવડશે, જ્યારે નાના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ સામાન્ય અથવા પ્રતિકૂળ નીવડવાની પૂરી શક્યતા. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૨૧ ઓક્ટોબર મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય, દાન + અભ્યંગ સ્નાન)

