Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
    • Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
    • Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
    • Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
    • Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે રૂપિયાની ઉઘરાણી મુદ્દે માથાકૂટ, નશાની હાલતમાં યુવક ઝડપાયો!
    જામનગર

    Jamnagarમાં ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે રૂપિયાની ઉઘરાણી મુદ્દે માથાકૂટ, નશાની હાલતમાં યુવક ઝડપાયો!

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પુત્રના મિત્રએ રૂપિયા પરત માગી ફોન પર અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ, વૃદ્ધાએ ૧૧૨ પર મદદ માંગી

    (નયના દવે દ્વારા)

    Jamnagar, તા.૧૯

    જામનગર શહેરમાં પુત્રને આપેલા રૂપિયાની ઉઘરાણીના મામલે એક ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે ફોન પર બોલાચાલી કરી અભદ્ર વર્તન કરનાર યુવક નશાની હાલતમાં મળી આવતાં પોલીસે તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે. વૃદ્ધાએ પોલીસની ૧૧૨ હેલ્પલાઇન પર જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને પોલીસ મથકે લઈ ગઈ હતી.

    પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જામનગરમાં સોની ફળી સત્યનારાયણ મંદિર પાસે રહેતાં ૭૩ વર્ષીય પ્રફુલ્લાબેન ભારતેશભાઈ આચાર્ય પોતાના પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવે છે. દરમિયાન આજે તા. ૧૮ ઓક્ટોબરના રોજ બપોરે આશરે પાંચ વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતાં ત્યારે તેમના પુત્રના મિત્ર ઉત્સવ મનોજભાઈ દવે (ઉં.વ. ૨૮, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. આકાશગંગા એપાર્ટમેન્ટ વિસ્તાર, જામનગર)એ તેમને ફોન કર્યો હતો.ફોન દરમિયાન યુવકે તેમના પુત્રને રૂપિયા આપ્યા હોવાનું જણાવી તે રૂપિયા પરત આપવાની માગણી કરી હતી. આ બાબતે વૃદ્ધા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને જેમતેમ બોલી અભદ્ર વર્તન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.આ દરમિયાન યુવકે પોતે હિતેષભાઈની દુકાને હાજર હોવાનું જણાવી વૃદ્ધાને ત્યાં આવવા કહ્યું હતું. જેથી વૃદ્ધા સંબંધિત દુકાને પહોંચ્યાં હતાં. ત્યાં પણ યુવક નશાની હાલતમાં બોલાચાલી અને અભદ્ર વર્તન કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    આ પરિસ્થિતિમાં વૃદ્ધાએ તાત્કાલિક પોલીસની ૧૧૨ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગી હતી. જાણ થતાં થોડા જ સમયમાં ૧૧૨ જનરક્ષક વાહન સાથે પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે યુવકની ઓળખ મેળવી વૃદ્ધા અને યુવકને પોલીસ વાહનમાં બેસાડી સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા.

    પોલીસ મથકે યુવકના મોઢામાંથી દારૂ પીધા જેવી વાસ આવતી હોવાનું તથા તેની આંખો લાલ, જીભ લથડતી અને શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાનું જણાયું હતું. યુવક પાસે દારૂ પીવા અંગેનો કોઈ પરમિટ કે પાસ નહીં હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

    આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસે ઉત્સવ મનોજભાઈ દવે સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) તથા ૮૫(૧) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhidham: સ્ટેટ ટીટીમાં અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સે ટાઇટલ જીત્યા
    Next Article Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત

    October 19, 2026
    જામનગર

    Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા

    October 17, 2026
    જામનગર

    Jamnagar: બહેનને સાસરે ન મોકલતાં ભાઈનું અપહરણ કરી જીવલેણ હુમલો!

    October 17, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના મોટી વાવડી ગામમાં મારામારીના બનાવ અંગે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધાઈ

    October 17, 2026
    જામનગર

    Jamnagarમાં પોક્સો કેસમાં ભોગ બનનારની ઉંમર સાબિત ન થતાં આરોપીને રાહત, બળાત્કારના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ

    October 17, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-10-2026 21:36
    Categories
    Latest News

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026

    Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું

    October 19, 2026

    Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન

    October 19, 2026

    Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી

    October 19, 2026
    Search
    Main News

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026

    ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી

    October 19, 2026

    ટાઈગર શ્રોફે Eknath Shindeને કહ્યું કે તેમને પહેલા કોઈ ધમકી મળી નથી, કે તેમની કોઈ દુશ્મની નથી

    October 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.