જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri મહોત્સવ-૨૦૨૬ માં સાતમા અને આઠામા નોરતે રાત્રે શનિવાર એમ બે દિવસ યોજાયેલ ઈવેન્ટમાં તમામ શહેરીજનો રાત્રે ૧૨.૦૦ પછી આયોજીત લાઈવ પર્ફોમન્સ ઈવેન્ટમાં કોઈપણ ફી વગર પ્રવેશ મેળવીને ઈમોશ્નલ સબમરીન અને પ્રદિપ ઠક્કર કી ટક્કરનો લાભ બહોળી સંખ્યામાં શહેરીજનોએ માણ્યો અને વખાણ્યો.
સાતમા અને આઠમા નોરતે જૈનમ રાસોત્સવને માણવા માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશ પીપળીયા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રોટરીનાં પ્રેસીડન્ટ કૌશીક પારેખ, ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, પંચવટી દેરાસરનાં પ્રફુલ ધામી તથા સુનીલ કોઠારી, જૈન મોટા સંઘનાં કમલેશ મોદી, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંત શેઠ, સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
શનિવારે રાત્રે ૧૨.૦૦ પછી જ્યાં સુધી દર્શકોને મજા પડે ત્યાં સુધી યોજાનાર ઈમોશન સબમરીન દ્વારા લાઈવ પરર્ફોમન્સ યોજેલ જેમ)ં વોકાલીસ્ટ નિર્સગ પોતાની કંઠનાં કામણ પાથરશે સાથે ડ્રમર તરીકે આકાશ, ગીટારીસ્ટ તરીકે જય, બાઝ ઉપર સેમસન અને કી બોર્ડ પ્લેયર તરીકે વિરાજ પોતાની કલા રજુ કરીને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધેલ અને તાલીઓના ગડગડાટથી કલાકારોને પ્રોત્સાહીત કરેલ. આ ઉપરાંત રવિવારે રાત્રે ૧૨.૦૦ પછી યુવા અને લોકપ્રીય ગાયક વર્સેટાઈલ સીંગર પ્રદિપ ઠક્કરની કરાઓ કે ઉપર પોતાની ગાયીકી રજુ કરીને સંગીત પ્રેમીઓને તાલીઓ પાડવા મજબુર કરી દીધેલ, પ્રદિપ ઠક્કરએ ભારતીય ફીલ્મ જગતનાં સુપ્રસિઘ્ધ ગાયક કિશોરકુમાર, કુમાર સાનું સહીતનાં ગાયકોનાં અવાજથી યુવા ઉપરાંત તમામ વયનાં લોકોને ખૂબ જ જકડી રાખેલ, ખૂબ મોટો ચાહક ધરાવતા પ્રદિપ ઠક્કર દર્શકોની ફરમાઈશ મુજબનાં વિવિધતા સભર ગીતોની હારમાળ પીરસીને દર્શકોને સંગીતની સુરીલી સફર કરાવેલ હતી.
સાતમાં નોરતે રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રિયાંશુ શાહ, ઘેલાણી વર્ધમાન, રૂપાણી હર્ષ જ્યારે પ્રિન્સેસ તરીકે ઈશા ઉંચાટ, ઝાટકીયા આરતી, મનાલી શેઠ તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે મહેતા મોક્ષ, મહેતા મીત, મહેત ક્રીશ અને કીડસ પ્રીન્સેસ તરીકે મહેતા મીસ્ટી, મહેતા કેશવી, ઈશીતા દોશી વિજેતા બન્યા હતા.
આઠમા નોરતે રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં બાટવીયા સન્ની, યશ ઉદાણી, ગાંધી રક્ષીત, જ્યારે પ્રિન્સેસ તરીકે તુલશી દફતરી, કાજલ વોરા, ઝાટકીયા ભવ્ય તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે મહેતા આર્યન, કોઠારી તથ્ય, પટેલ આદિત્ય અને કીડસ પ્રીન્સેસ તરીકે પારેખ ધ્વની, હેત્વી દોશી, હપાણી માહી વિજેતા બન્યા હતા.
ઉપરાંત સિનીયર વેલડ્રેસ પ્રિન્સમાં ધવલ કોઠારી, શાહ ઈશીત અને સીનીયર વેલડ્રેસ પિન્સેસમાં ગાંધી મલીકા, દોશી ચાર્મિ, મોદી દેવલ ઉ૫રાંત જુનીયર વેલડ્રેસ કીડ્સ પ્રિન્સ તરીકે અમલાણી મંથન, શાહ નિહાન, દોશી ઈશાન અને જુનીયર વેલડ્રેસ કીડસ પ્રીન્સેસ તરીકે શેઠ સૌમ્યા, શાહ રાજવી, ઝાટકીયા ક્યારા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આઠમા નોરતે નિર્ણાયક તરીકે હર્ષદભાઈ ગોહેલ, ધર્મેશભાઈ જોબનપુત્રા, તન્વીબેન જોબનપુત્રા, ડો.મમતાબેન કોટેચા એ પોતાની સેવા આપેલ હતી.

