New Delhi, તા.૨૪
દિલ્હીમાં મતદાર યાદી ના વિશેષ સઘન સુધારણા અભિયાન બાદ લાખો લોકોનાં નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. જોકે, આટલી મોટી સંખ્યામાં નામ દૂર થયા હોવા છતાં નવેસરથી નામ ઉમેરવા માટે અરજી કરનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ની કચેરીના જણાવ્યા અનુસાર, ૩૧ ઑગસ્ટથી ૨૨ ઑક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ફોર્મ-૬ ની કુલ ૨,૫૦,૭૫૪ અરજીઓ મળી છે. બીજી તરફ, ૩૧ ઑગસ્ટે જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી લગભગ ૪૭.૬ લાખ નામ દૂર કરવામાં આવ્યાં હતાં.દિલ્હીમાં મતદાર યાદી સુધારવાની પ્રક્રિયા ૩૦ જૂનથી શરૃ કરવામાં આવી હતી. તે સમયે દિલ્હીની મતદાર યાદીમાં આશરે ૧.૪૫ કરોડ લોકોનાં નામ હતાં. ત્યારબાદ ૩૧ ઑગસ્ટે જાહેર થયેલી ડ્રાફ્ટ યાદીમાં લગભગ ૪૭.૬ લાખ નામ દૂર કરવામાં આવ્યાં હતાં.ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરહાજર, અન્ય સ્થળે સ્થળાંતર કરેલા , મૃત્યુ પામેલા અથવા ડુપ્લિકેટ નામ જેવી શ્રેણીઓ હેઠળ આ નામ દૂર કરાયાં હતાં. આ શ્રેણીઓને સંયુક્ત રીતે છજીડ્ઢડ્ઢ તરીકે ઓળખવામાં આવે છે.જોકે, નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થવાનો અર્થ એ નથી કે સંબંધિત વ્યક્તિ હંમેશાં માટે મતદાનના અધિકારથી વંચિત થઈ ગઈ છે. પાત્રતા ધરાવતા લોકો જરૃરી પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાનું નામ ફરી મતદાર યાદીમાં સામેલ કરાવવા માટે અરજી કરી શકે છે.મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ આપેલી માહિતી અનુસાર, ૨૨ ઑક્ટોબર સુધીમાં ફોર્મ-૬ની ૨,૫૦,૭૫૪ અરજીઓ મળી હતી. આ આંકડામાં નવા મતદારો તરીકે નોંધણી કરાવવા માગતા લોકો તેમજ જીૈંઇ દરમિયાન નામ દૂર થયેલા લોકોની અરજીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, ડ્રાફ્ટ યાદી જાહેર થાય તે પહેલાં પણ ફોર્મ-૬ની ૨,૧૨,૪૦૦ અરજીઓ મળી હતી.
એટલે કે, ૩૧ ઑગસ્ટથી ૨૨ ઑક્ટોબર વચ્ચેની અવધિમાં નામ ઉમેરવા માટેની અરજીઓની સંખ્યા દૂર કરાયેલા નામોની સરખામણીએ ઘણી ઓછી રહી છે.ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૦ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર દરમિયાન જ ફોર્મ-૬ની ૧,૫૮,૪૭૦ અરજીઓ મળી હતી. મતદારોને મદદ કરવા માટે દિલ્હીમાં આશરે ૮૯ હજાર વિશેષ શિબિરો પણ યોજવામાં આવી હતી.જિલ્લાવાર આંકડાઓમાં પશ્ચિમ દિલ્હી સૌથી આગળ રહ્યું હતું. અહીં ૩૦,૩૬૧ અરજીઓ મળી હતી. ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં ૨૫,૯૨૫ અને પૂર્વ દિલ્હીમાં ૨૪,૨૦૦ અરજીઓ નોંધાઈ હતી.દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં ૨૪,૧૫૩ અરજીઓ મળી હતી, જ્યારે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ૨૪,૧૩૬ અરજીઓ નોંધાઈ હતી. દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં ૨૨,૦૯૮ અને દક્ષિણ દિલ્હીમાં ૨૧,૩૨૨ અરજીઓ મળી હતી.બીજી તરફ, નવી દિલ્હી જિલ્લામાં સૌથી ઓછી માત્ર ૪,૩૪૧ અરજીઓ નોંધાઈ હતી. જૂની દિલ્હીમાં ૧૦,૬૬૮ અને મધ્ય દિલ્હીમાં ૧૦,૭૯૬ અરજીઓ મળી હતી.૩.૩ કરોડ નહીં, ૩૩ લાખ લોકોની વિગતોમાં વિસંગતતાચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આશરે ૩૩ લાખ લોકોની વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી. આમાં વર્ષ ૨૦૦૨ની આધાર મતદાર યાદી સાથે સંબંધ ન મળવો અથવા અન્ય વિગતોમાં તફાવત હોવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો.આમાંથી લગભગ ૨૯.૫ લાખ લોકોની વિગતોની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે.

