Surat, તા.૨૪
સોશિયલ મીડિયા પર વધુ વ્યુઝ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં એક યુવકને કાયદો હાથમાં લેવાનું ભારે પડ્યું છે. સુરત રેલવે સ્ટેશન પર નકલી TTઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) બનીને રોફ જમાવતો અને મુસાફરો સાથે ડ્રામા કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના આધારે સુરત ય્ઇઁ અને ઇઁહ્લની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પ્લેટફોર્મ નંબર ૨ અને ચાલતી ટ્રેનમાં મુસાફરોની ટિકિટ ચેક કરવાનો ખોટો ઢોંગ કર્યો હતો. આ દરમિયાન તે મુસાફરોને દંડ ભરવાની ધમકી આપી ડરાવતો હતો અને કેટલાક અજાણ મુસાફરો તેનાથી ડરીને તેના પગે પડતા હોય તથા વિનંતી કરતા હોય તેવા દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળ્યા હતા. મનોરંજન અને રીલ્સ માટે બનાવવામાં આવેલો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર ધ્યાને આવતા જ રેલવે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. સુરત ય્ઇઁ અને ઇઁહ્લની ટીમે તાત્કાલિક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. પોલીસે બાતમી અને ટેકનિકલ પુરાવાઓના આધારે લિંબાયત વિસ્તારના મહાપ્રભુ નગરમાંથી ૨૫ વર્ષીય આરોપી સમીઉલ્લાહ શેખને ઝડપી પાડ્યો હતો.રેલવે સ્ટેશન અને ચાલતી ટ્રેનમાં અનધિકૃત પ્રવેશ કરવા તેમજ TTઈનો ખોટો વેશ ધારણ કરીને મુસાફરોની સુરક્ષા તથા શાંતિ જોખમમાં મૂકવા બદલ પોલીસે આરોપી વિરુદ્ધ રેલવે અધિનિયમની કલમ ૧૪૫(૨)(છ) અને ૧૪૭ હેઠળ ગુનો દાખલ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કાયદો તોડનારા યુવકો માટે આ ઘટના એક મોટો દાખલો હશે.

