૨૬ને એએસઆઈ અને ૩૦ને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા
Rajkot તા.૨૯ઃ
શહેર પોલીસમાં ફરજ બજાવતા જવાનોને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા દિવાળીની ભેંટ આપવામાં આવી છે. શહેરના અલગ અલગ પોલીસ મથક અને બ્રાન્ચોમાં ફરજ બજાવતા ૨૬ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને ૩૦ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
બઢતીના આદેશ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અલગ અલગ પોલીસ મથક અને બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મીઓને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના કૌશેન્દ્રસિંહ ઝાલા, માલવિયાનગરના મહેશભાઈ રૂદાતલા, ટ્રાફિમ શાખાના હેમંતકુમાર તલાવિયા અને કમલેશભાઈ મકવાણા, યુની. અટેચ ૧૧૨ ના દીપકભાઈ જાદવ, આજીડેમના અજયભાઇ વિકમા, પ્ર.નગર પોલીસ મથકના નિલેશકુમાર કુગશિયા, ખાસ શાખાના પૂનમબેન સુળીયા, મહિલા પોલીસ મથકના ગીતાબેન પરમાર, પ્ર.નગર પોલીસના હેતલબેન રામાણી, યુની. પોલીસના કિરણબેન પરમાર, પ્ર.નગર પોલીસના સુમિતાબેન ડાંગર અને પૂર્વીબેન પાટડીયા, ગાંધીગ્રામ એટેચ એસીપી પશ્ચિમ વિભાગના શબાનાબેન બેલીમ, એસીપી દક્ષિણના જયદીપસિંહ ચુડાસમા, એ ડિવિઝન પોલીસના પરાક્રમસિંહ ગંભીરસિંહ ઝાલા, ડીસીપી ઝોન-૧ કચેરીના ભરતભાઈ વાઘેલા, એ ડિવિઝનના લલિતભાઈ વાઘેલા, એએચટીયુ શાખાના જીજ્ઞેશભાઈ મારૂ, યુની. અટેચ ખાસ શાખાના વિજયકુમાર ટુંડીયા, થોરાળા પોલીસ મથકના હિતેષભાઇ કોઠીવાડ, ભક્તિનગર પોલીસના મહંમદતાલિબભાઈ ચાનિયા, માલવિયાનગરના અરુણભાઈ ચાવડા, પ્ર. નગરના પ્રીતિબા ગોહિલ, ડીસીબી પોલીસ મથકના ગિરિરાજસિંહ જાડેજા અને એરપોર્ટ પોલીસના પ્રવિણસિંહ ઝાલાને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે.
જયારે અનાર્મડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૩૦ કર્મીઓને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા અમિનભાઈ કરગથરા, ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા યોગીરાજસિંહ જાડેજા, એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતા પંકજભાઈ માળી, બી ડિવિઝન પોલીસ મથકના તુષારભાઈ પ્રભાશંકરભાઈ મહેતા, ભક્તિનગર પોલીસ મથકના અમરભાઈ ભાનુભાઈ શિયાળ, એ ડિવિઝન પોલીસના સુધાબેન બારૈયા, તાલુકા પોલીસ મથકના ભૂમિકાબેન સોલંકી, એ ડીવીઝન પોલીસ મથકના સંગીતાબેન રાઠોડ, અને શિલ્પાબેન બારૈયા, પ્ર.નગર પોલીસ મથકના એકતાબેન રાઠોડ, મહિલા પોલીસ મથકના વિમલકુમારી પ્રસાદ, ઈઓડબલ્યુ એટેચ ડીસીબી પોલીસ મથકના શિલ્પાબેન વિરજા, મુખ્ય મથક એટેચ ડીસીબી પોલીસ સ્ટેશનના નયનાબેન ખાંભલીયા, ટ્રાફિક શાખાના પ્રીતિબેન ચાવડા, માલવીયાનગર પોલીસ મથકના શીતલબેન પટેલ, ભક્તિનગર પોલીસ મથકના રીંકલબેન મોલીયા અને જયશ્રીબેન ડાંગર, ગાંધીગ્રામ પોલીસ મથકના રીનાબેન મકવાણા, સાઇબર ક્રાઇમ પોલીસ મથકના દિવ્યાબેન જોશી, મહિલા પોલીસ મથકના મેઘનાબેન ગોહિલ, ભક્તિનગર પોલીસ મથકના નસીમબેન ખલીફા, પ્રનગર પોલીસ મથકના હીનાબેન બાવડા, મહિલા પોલીસ મથકના પૂનમબેન બોરીચા, ટ્રાફિક શાખા એટેચ થોરાળા પોલીસ સ્ટેશનના કાજલબેન વઘેરા, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હરેશ્વરીબા પરમાર, ટ્રાફિક શાખા એટેચ યુનિવર્સિટી પોલીસ મથકના ધારાબેન મેઘાણી, એ ડિવિઝન પોલીસ મથકના રશમિતાબેન ગઢીયા, ભક્તિનગર પોલીસ મથકના સુજાતાબેન પરમાર, માલવિયાનગર પોલીસ મથકના નયનાબેન પરમાર અને થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૂનમબેન વાઘેલાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે.

