મેષ (અ, લ, ઇ): આજનો દિવસ મન માટે પ્રસન્ન રહેનાર છે, પરંતુ વાતચીતમાં સંયમ રાખવો જરૂરી છે. ઘર કે વાહનને લગતા પ્રશ્નો ઉકેલાઈ શકે છે.
વૃષભ (બ, વ, ઉ): કપડાં કે વૈભવની ચીજવસ્તુઓ પાછળ વલણ વધી શકે. જીવનસાથી કે પ્રિયપાત્ર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.
મિથુન (ક, છ, ઘ): આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. નોકરી કે વ્યવસાયમાં અલગ-અલગ સ્વભાવના લોકોને મળવાનું થશે, અન્યની લાગણીઓને માન આપો.
કર્ક (ડ, હ): કલા કે સંગીત તરફ રૂચિ વધશે. પરિવાર તરફનો પ્રેમ અને લાગણીમાં વધારો થશે.
સિંહ (મ, ટ): વ્યવહારુ અને થોડા આવેશવાળો સ્વભાવ રહેશે. તમારા ક્રોધ કે આવેગ પર નિયંત્રણ રાખવું ફાયદાકારક રહેશે.
કન્યા (પ, ઠ, ણ): બૌદ્ધિક રીતે સક્રિય રહેશો. બાકી રહેલાં કાર્યો પૂર્ણ કરવા વિશે વિચારશો. પ્રગતિ માટે નવા વિચારો મનમાં આવશે.
તુલા (ર, ત): સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. તમારી વાણી અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.
વૃશ્ચિક (ન, ય): મિત્રોની અવરજવર રહેશે. ભાઈ-બહેનોનો સહયોગ મળશે. ભવિષ્યને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો.
ધન (ભ, ધ, ફ, ઢ): નોકરીમાં વધારાની જવાબદારીઓ આવી શકે છે. પ્રવાસ કે યાત્રાના યોગ બની રહ્યા છે. જૂના મિત્રો સાથે સારો સમય પસાર થશે.
મકર (ખ, જ): ઓફિસના કામમાં થોડી મુશ્કેલી કે વધારે શ્રમ જણાય. અન્ય સાથે સરખામણી કરવાનું ટાળો અને બહુ ઊંચી અપેક્ષાઓ ન રાખો.
કુંભ (ગ, સ, શ, ષ): ધનલાભ થવાની પ્રબળ શક્યતા છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. નવા કાર્યોની શરૂઆત માટે આજનો દિવસ અનુકૂળ છે.
મીન (દ, ચ, ઝ, થ): કોઈપણ મહત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી, ઊંડાણપૂર્વક વિચાર્યા પછી જ આગળ વધવું. સ્વાસ્થ્ય અને ખર્ચ બાબતે થોડી સાવધાની રાખવી
Trending
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
- Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
- Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
- Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
- Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
- Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત

