પતિ-દિયરને જેલમાંથી છોડાવી દેવાનું કહી શખ્સે પરિણીતાને ડરાવી ન્યુડ વિડીયો મેળવી લીધા વાયરરલ કરી દેવાની ધમકી આપી હોટેલમાં બોલાવી અવાર નવાર દેહ ચૂંથ્યો
તાલુકા પોલીસે દુષ્કર્મ, છેતરપિંડી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી રિંકલ આંબલીયાને દબોચ્યો
Rajkot તા.૩૧ઃ
શહેરના કાલાવડ રોડ પર રહેતી જેલમાં રહેલા પતિ અને દિયરને છોડાવી દેવાનું જણાવી કહી સંપર્કમાં આવેલા શખ્સે પરિણીતા પર દુષ્કર્મ આચરી રિંકલ આંબલીયા નામના શખ્સે રૂ. ૧૦ લાખ પડાવી લીધા હતા.
મામલામાં ૩૪ વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રીંકલ જસમત આંબલીયા (રહે. સન પાર્ક, ડાયમંડ પાર્ટી પ્લોટ પાસે, કોઠારીયા રોડ) નું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ, છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૬ ના જુન મહિનામાં તેમના પતિ તથા દિયર ઉપર ઇકોનોમિક વિંગમાં જી.પી.આઇ.ડી. એક્ટ હેઠળ ગુનો દાખલ થતાં પતિ અને દિયરને મધ્યસ્થ જેલ ખાતે હતા. જેથી તેણી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પતિને મળવા જતી. ત્યારે ત્યાં અન્ય આરોપીને જેલ ખાતે મળવા આવતો અજાણ્યા વ્યકિતએ પોતાની ઓળખ રિંકલ આંબલીયા તરીકે આપી પરિણીતા પાસે બધી વિગતો મેળવી પોતાને વકીલ સાથે સારા સંબંધ હોય તેણીના પતિ-દિયરને છોડાવી દેશે કહી મોબાઈલ નંબર મેળવી લઇ પરિચય આગળ ધપાવ્યો હતો. એક સપ્તાહ બાદ રિંકલે પરિણીતાના ઘરે આવી મારે વકીલ સાથે વાત થઇ ગયેલ છે કહી તેણીના પતિના ડોક્યુમેન્ટ વોટ્સઅપ મારફતે મેળવ્યા હતા.બાદ રીંકલે એડવોકેટ સાથે મુલાકાત કરાવી ખાતરી અપાવેલ કે, દિવાળી પહેલા તમારા પતિ અને દિયરના જામીન થઇ જશે.
બાદ વકીલની ફી પેટે ઘરે આવી રોકડા બે લાખ મેળવી લીધા હતા. બાદ બંને સંપર્કમાં હોય રિંકલ અવાર નવાર કહેતો કે, જો તારે તારા પતિ તથા દીયરને જેલમાથી છોડાવવા હોય તો મારી સાથે વિડીયો કોલમા વાત કરવી પડશે તેમ કહી વિડીયો કોલ કરવા દબાણ કરતો હતો. જેથી દબાણમાં આવી તેણી વિડીયો કોલમ રિંકલ સાથે વાત કરતી હતી. બાદ રિંકલે વિડીયો કોલમાં થતી વાતચીતનો સ્ક્રીન રેકોડિઁગ કરી લઇ તે વાયરલ કરી દેવાની ધમકી આપી ન્યુડ વિડીયોની માંગણી કરી હતી. જેથી તેણીએ આરોપીના કહેવા મુજબ અલગ- અલગ અલગ- અલગ ન્યુડ વીડીયો બનાવીને મોકલેલ હતા. ત્યાર બાદ ન્યુડ વિડીયો બધાને બતાવવાની તેમજ પતિ તથા દીયરને જેલમાથી છુટવા નહી દેવાની ધમકી આપી સાડા પાંચ લાખ રૂપિયાની માંગણી કરવા લાગેલ હતો. બાદ પરિણીતાને સદર બજાર પાસે આવેલ હોટલ ખાતે મળવા બોલાવી ન્યુડ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરી લીધું હતું.
બાદ સતત આરોપીએ ડરાવી ધમકાવી પરિણીતા પાસેથી બે મહિનામાં અલગ અલગ ૨૯ ન્યુડ વિડીયો મંગાવી લીધા હતા અને હોટેલમાં બોલાવી ચાર વાર દેહ ચૂંથ્યો હતો. બાદમાં બેંક ખાતામાંથી એક લાખ ચેક મારફતે ઉપડાવી પડાવી ગયેલ હતો. રિંકલે સતત ધમકીઓ આપી કટકે કટકે રૂ. ૧૦ લાખ પડાવતા હતા. ત્યારબાદ તેણીના પતિના તા.૦૯/૧૦ ના રોજ હાઇકોર્ટમાંથી જામીન
થયેલ અને બે દિવસ બાદ હુકમ આવતા રિંકલને કહેલ કે, હવે મારા પતિ કયારે બહાર આવશે. તો જણાવેલ કે, હું તેના બોન્ડ માટે કોઇ કરોડપતિ પાર્ટીને શોધુ છુ, કોન્ટેકટ થઇ જાય એટલે કરાવી દઇશ. દરમિયાન વધુ ન્યુડ વિડીયોની માંગણી કરી મને તાંત્રીક વિદ્યા આવડે છે. હુ તારા પરીવાર ઉપર તાંત્રીક વિધી કરી તમને લોકોને મારી નાખીશ તેમ કહી ધમકાવેલ હતી. બાદ તા.૧૬/૧૦/૨૦૨૬ ના રોજ તેણીના વકીલ જેલ ખાતે કોઇને મળવા આવેલ ત્યારે તેણે પતિ સાથે વાતચીત કરતા કહેલ કે, તમારા જામીન થઇ ગયેલ છે, તો હજુ કેમ તમે છુટયા નથી, તો પતિએ વકીલને જણાવેલ રિંકલ પાસે ઓર્ડર હોય અને એ બોન્ડ ભરે એટલે જામીન થાય. બાદમાં રિંકલ સાથે જામીન માટે વાત કરતા તેણે કહેલ કે, તારા પતિના જામીન કરાવવા માટે તારે મને રૂ. ૨ લાખ અત્યારે જ આપવા પડશે જેથી તેને રૂ.૨ લાખ રોકડા આપેલ હતા. બાદ ગઈ તા.૧૯/ ના રોજ રીંકલે બોન્ડ ભરતા એ જ દિવસે પતિના જામીન થયેલ અને પતિ જેલમાંથી છુટયા હતાં. જે બાદ તેણીએ પતિને બનેલ તમામ હકીકત જણાવી ફરીયાદ નોંધાવી હતી.

