Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.
    • Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન
    • ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ
    • Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે
    રાષ્ટ્રીય

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    Vikram RavalBy Vikram RavalNovember 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.૪

    દિવાળીના તહેવાર પહેલાં જ Amul દ્વારા ઘી અને બટરની કિંમતોમાં વધારો કરવામાં આવતાં ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડશે. કંપનીએ એક કિલો ઘીના પેકેટની કિંમતમાં રૂ.૫૦નો વધારો કર્યો છે. જ્યારે ૧૦૦ ગ્રામ બટરના પેકેટના ભાવમાં રૂ.૩નો વધારો કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન ઘી અને બટરની માંગ વધતી હોય છે ત્યારે ભાવવધારાથી ગૃહિણીઓના બજેટ પર અસર થવાની શક્યતા છે.

    અમૂલ દ્વારા કરવામાં આવેલા ભાવવધારા મુજબ, એક કિલો ઘીના પેકેટની કિંમત અગાઉ રૂ.૬૩૦ હતી, જે વધારીને રૂ.૬૮૦ કરવામાં આવી છે. એટલે કે ગ્રાહકોએ હવે એક કિલો ઘી ખરીદવા માટે રૂ.૫૦ વધુ ચૂકવવા પડશે.

    તેવી જ રીતે, ૧૦૦ ગ્રામ બટરના પેકેટની કિંમત રૂ.૬૩થી વધારીને રૂ.૬૬ કરવામાં આવી છે. આમ, બટરના ભાવમાં પણ રૂ.૩નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં ય્જી્‌ના દરોમાં ઘટાડા બાદ અમૂલે તેની અનેક ડેરી પ્રોડક્ટ્‌સના ભાવમાં ઘટાડો કર્યો હતો. તે સમયે ઘી અને બટર સહિત આશરે ૭૦૦ જેટલી પ્રોડક્ટ્‌સના ભાવમાં રાહત આપવામાં આવી હતી.

    અગાઉ એક કિલો ઘીનો ભાવ રૂ.૬૫૦થી ઘટાડીને રૂ.૬૧૦ કરવામાં આવ્યો હતો. જ્યારે પાંચ લિટરના ઘીના ટિનની કિંમત રૂ.૩,૨૭૫થી ઘટાડીને રૂ.૩,૦૭૫ કરવામાં આવી હતી. બટરના ૧૦૦ ગ્રામના પેકેટનો ભાવ રૂ.૬૨થી ઘટાડીને રૂ.૫૮ અને ૫૦૦ ગ્રામના પેકેટનો ભાવ રૂ.૩૦૫થી ઘટાડીને રૂ.૨૮૫ કરવામાં આવ્યો હતો. હવે ફરી ભાવવધારો થતાં ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડશે.

    એક તરફ ઘી અને બટરના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અમૂલ ઘીની અછતની સમસ્યા પણ સામે આવી રહી છે. અમદાવાદ અને વડોદરાના વેપારીઓના જણાવ્યા અનુસાર બજારમાં અમૂલ ઘીનો સ્ટોક ઘટી રહ્યો છે. ખાસ કરીને અમૂલ ગાય ઘીની ઉપલબ્ધતા પર અસર જોવા મળી રહી છે.

    વેપારીઓના જણાવ્યા અનુસાર, ગણેશોત્સવ બાદ ઘીની માંગમાં વધારો થતાં સપ્લાય પર અસર પડી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ડી-માર્ટ સ્ટોરમાં મંગળવારે અમૂલ ઘી અને બટરનો સ્ટોક ખતમ થઈ ગયો હોવાનો પણ અહેવાલ છે.

    આ સમસ્યા માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. અગાઉ જુલાઈ અને સપ્ટેમ્બર દરમિયાન પુણે તથા કોલકાતામાં પણ અમૂલની ડેરી પ્રોડક્ટ્‌સના સપ્લાયમાં ઘટાડાની ફરિયાદો સામે આવી હતી. બીજી તરફ, કર્ણાટકમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૨૯ ઓક્ટોબરે નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૮નો વધારો મંજૂર કર્યો હતો. આ વધારા બાદ ટોન્ડ દૂધના એક લિટરના પેકેટની કિંમત રૂ.૪૬થી વધીને રૂ.૫૪ થઈ છે. અહેવાલ મુજબ, વધારાના રૂ.૮માંથી રૂ.૭ પ્રતિ લિટર ડેરી ખેડૂતોને આપવામાં આવશે, જ્યારે બાકીના રૂ.૧ ડેરી યુનિયનને મળશે. પશુઆહાર, દવાઓ, પરિવહન અને પેકેજિંગના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. દિવાળી જેવા મોટા તહેવાર પહેલાં ઘી અને બટરના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણ બનાવવામાં ઘી તથા બટરનો વધુ ઉપયોગ થતો હોવાથી આ ભાવવધારાની અસર બજેટ પર જોવા મળી શકે છે.

    Amul
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું
    Next Article Suratમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા કરાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026
    રાષ્ટ્રીય

    લોકશાહીમાં બદલો નથી, બદલો નથી; જનતા નિર્ણય લે છે, CM Yogi Adityanath

    November 4, 2026
    રાષ્ટ્રીય

    “જો આપણે પંજાબ જીતીશું, તો આપણે ભારત જીતીશું,” Mallikarjun Khargeએ રાહુલ ગાંધી સમક્ષ ગર્જના કરી

    November 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    રાષ્ટ્રીય

    Dia Mirzaના ફટાકડા વિરોધી વીડિયો વિવાદમાં મુંબઈ હાઈકોર્ટની કડક ટિપ્પણી

    November 3, 2026
    રાષ્ટ્રીય

    આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે Murasu Cyclonesનું તાંડવ

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹182,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-11-2026 20:56
    Categories
    Latest News

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.

    November 4, 2026

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.