Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.
    • Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન
    • ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ
    • Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ
    ધાર્મિક

    ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ

    Vikram RavalBy Vikram RavalNovember 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     શાસ્ત્રી રાજદીપ જોષી વેદાંત રત્ન

    (વર્ષમાં આવતી દરેક એકાદશીના દિવસે ભગવાનને અલગ અલગ નૈવેદ્ય ધરાવવાનું મહત્વ છે આમ આ એકાદશીના દિવસે ભગવાનને પાકા કેળા ધરાવવાનુ મહત્વ છે)આસો વદ અગિયારશ તા.૫ નવેમ્બર ગુરુવાર ના દિવસે Rama Ekadashi અને વાઘબારશનો તહેવાર સાથે મનાવાશે અને દિપાવલીના મહાપર્વની શરૂઆત થશે.નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે ગુરુવારે રમા એકાદશી અને વાઘબારસ સાથે છે

    વિગતવાર જોઈએ તો ગુરુવારે સવારના ૧૦.૩૪ કલાક સુધી એકાદશી તિથિ છે ત્યારબાદ બારસ તીથી છે વાઘબારસ નું મહત્વ બપોર નુ છે જે શુક્રવારે નથી જ્યારે અગિયારસ નું મહત્વ ઉદીયાત તીથી નું છે આમ દરેક પંચાંગ પ્રમાણે નિયમ પ્રમાણે ગુરુવારે રમા એકાદશી અને વાઘ બારસ સાથે મનાવશે

    ગુરુવારે આવતી એકાદશીને ઉત્તમ ફળ આપનાર ગણવામાં આવે છે .રમા એકાદશીનું વ્રત કરવાથી એકાદશીના નામ મુજબ લક્ષ્મી ધન અને સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસે અયોધ્યાવાસીઓ ને શ્રીરામ ભગવાન ના આવવાના સમાચાર મળેલા આથી આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થયેલી આમ એક માન્યતા પ્રમાણે રામ ભગવાનના વખતથી રમા એકાદશીના દિવસથી રંગોળી કરે છે.

    લક્ષ્મીજીનું એક નામ રમા પણ છે.પદ્મ પુરાણમાં કહ્યું છે – રમા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા પાપ પણ ધોવાઈ જાય.લક્ષ્મીજી પ્રસન્ન થાય છેઆ દિવસે વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજીની પૂજા થાય, એટલે ઘર મા ધન, સુખ, શાંતિ રહે. છે.. આ દિવસે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને શ્રીકૃષ્ણ ભગવાનને પાકા કેળા ધરાવવાનું મહત્વ વધારે છે. ખાસ કરીને વિષ્ણુ ભગવાનને કેળ નું વૃક્ષ અને કેળાના પાન અને કેળા વધારે પ્રિય છે પૌરાણિક માન્યતા કથા પ્રમાણે કેળમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે

    પુરાણમાં રાજા મુચુકુંદની દીકરી ચંદ્રભાગા અને જમાઈ શોભનની કથા છે. શોભને ભૂખ તરસથી એકાદશીનું વ્રત કર્યું તો મૃત્યુ પછી તેને દેવતાઓ જેવું અદ્ભુત નગર મળ્યું. પત્નીના પુણ્યથી તે નગર અમર થઈ ગયું.

    સવારે નાહીને વિષ્ણુ-લક્ષ્મીની પૂજા.આખો દિવસ ઉપવાસ – અનાજ, ચોખા ન ખાવા. ફળ, દૂધ, ફરાળ ચાલે,‘‘ઓમ નમો ભગવતે વાસુદેવાય‘‘ નો જપ કરવા સાંજે દીવો કરી તુલસી પાસે કથા સાંભળવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા નામ બોલવા પણ ઉત્તમ ફળ આપનાર છે

    ગુરુવારે જ વાઘબારશ મનાવાશે આથી આ દિવસે ગાયની પૂજા કરવાનું અને ગાયને શણગારવાનું મહત્ત્વ છે અને ગાયને ઘાસ નાખવું ગાયની પ્રદક્ષીણા કરવી. આ દિવસે સવારે ગાય-વાછરડાને નવડાવી, કંકુ-ચંદન કરી, ફૂલમાળા પહેરાવવીગાયને લાડુ, ગોળ, ઘાસ ખવડાવવું ગાયની આરતી કરવી આ દિવસે દૂધ, દહીં, ઘી, ગાયથી બનેલી વસ્તુઓ ન ખાવી – ઉપવાસ જેવું

    ખાસજે લોકો પાસે ગાય નથી, એટલે કે આજુબાજુમાં કોઈપણ જગ્યાએ ગાય  ન હોય તે ગાયના ફોટાની પૂજા કરે અને ગૌશાળામાં જઈને દાન કરે તો પણ એટલું જ પુણ્ય મળે છે.

    વાઘ બારસ એટલે  ગાય બચશે તો જીવન બચશેઃઆ દિવસે વાઘબારશનો તહેવાર હોવાથી સવારના નિત્યકર્મ કરી ગાયની પૂજા કરી ત્યારબાદ બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરી તેના પર ચોખાની ઢગલી કરી અને શ્રીકૃષ્ણ ભગવાનની છબી પધરાવી સોપારીમાં રૂક્ષ્મણીજીનું આહવાન કરી અને પધરાવા. ભગવાનને ચાંદલો ચોખા કરી ફૂલ ચડાવી મીઠું નૈવેધ અર્પણ કરી આરતી ઉતારવી આમ આ વાઘબારશના દિવસે પતી-પત્નિએ બન્નેએ સાથે પૂજા કરવી આનાથી દામ્પત્ય જીવનમાં મીઠાસ આવશે. શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ દિવસ પછી આજ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા. આ દિવસે કોઈ પણ મહિલા પોતાના પુત્ર પરીવારની સુખ-શાંતી માટે ઉપવાસ અથવા તો એકટાણું રહી શકે છે.

    રમા એકાદશી ની કથા નો બોધઃએકનું પુણ્ય બીજાનું જીવન બચાવે.ચંદ્રભાગાએ પોતાની જિંદગીના બધા એકાદશી વ્રતનું પુણ્ય પતિને આપી દીધું, ત્યારે તેનું અસ્થિર નગર સ્થિર થયું.ઘરમાં પતિ-પત્ની, મા-બાપ, ભાઈ-ભાઈ એકબીજાના પુણ્યથી જ ટકી રહે છે.

    Rama Ekadashi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર
    Next Article Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    આજે Ravi Pushyamrut Yogaનું મહત્વ સાથે ભાનુસપ્તમીનો શુભ સંગમ

    October 31, 2026
    ધાર્મિક

    ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર

    October 27, 2026
    ધાર્મિક

    જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri રાસોત્સવમાં સાતમા-આઠમા નોરતે, જેમ જેમ રાત પડે… તેમ તેમ જોશ ચડે…તેવો માહોલ સર્જાયો

    October 19, 2026
    લેખ

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    ધાર્મિક

    રવિવારે નવરાત્રીનો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026
    ધાર્મિક

    શારદીય નવરાત્રીનું મહત્વ: ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹182,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-11-2026 20:56
    Categories
    Latest News

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.

    November 4, 2026

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.