NIKHIL BHATT
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય Stock Marketમાં બુધવારના રોજ અગાઉના ચાર સત્રથી ચાલી રહેલી તેજીનો સકારાત્મક પ્રભાવ યથાવત્ રહ્યો હતો, જોકે બુધવારે બજારની શરૂઆત મર્યાદિત ઉછાળા સાથે થઈ હતી. અગાઉના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ ૨ ટકા જેટલો ઉછાળો નોંધાવી બે મહિનાની ઊંચી સપાટીએ બંધ આપ્યું હતું. તેના પરિણામે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો. જોકે, સતત તેજી બાદ ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી અને અમેરિકાની મધ્યાવધિ ચૂંટણીનાં પરિણામો અંગેની અનિશ્ચિતતાને કારણે બજારમાં સાવચેતી જોવા મળી હતી.બંને સૂચકાંકોમાં અગાઉના બંધની સરખામણીએ મર્યાદિત વધારો નોંધાયો હતો. આથી બજારમાં તેજીનો માહોલ હોવા છતાં ખરીદદારો સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા હોવાનું જણાયું હતું.
બજારમાં અગાઉના સત્રની તેજી પાછળ મજબૂત કોર્પોરેટ પરિણામો, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની ખરીદી મુખ્ય પરિબળો રહ્યાં હતાં. આ ઉપરાંત, વિદેશી રોકાણકારોની ખરીદીમાં વધારો અને ભારતીય શેરોના મૂલ્યાંકન અંગે સુધરેલી ધારણાએ પણ બજારને ટેકો આપ્યો હતો. અગાઉના સત્રમાં બજારમાં વ્યાપક ખરીદી જોવા મળતાં રોકાણકારોની જોખમ લેવાની તૈયારીમાં સુધારો થયો હતો.
સતત ચાર સત્રની તેજી બાદ રોકાણકારો નફો બુક કરે તેવી શક્યતા વધી છે. ખાસ કરીને ટૂંકા ગાળામાં ઝડપી ઉછાળો નોંધાવનારા શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. અમેરિકાની મધ્યાવધિ ચૂંટણીનાં પરિણામો અને તેની સંભવિત નીતિગત અસરો અંગે રોકાણકારો સાવચેત છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારોમાં મિશ્ર વલણ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી થતો વધારો પણ ભારતીય બજાર માટે પડકારરૂપ બની શકે છે.
બજારની શરૂઆતમાં ૧૬ મુખ્ય ક્ષેત્રોમાંથી ૧૪ ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ મર્યાદિત ઘટાડો નોંધાયો હતો. આથી મુખ્ય સૂચકાંકોમાં મજબૂતી હોવા છતાં સમગ્ર બજારમાં ખરીદીનું પ્રમાણ એકસરખું નથી તે સ્પષ્ટ થાય છે.
વૈશ્વિક રોકાણકારો હાલમાં અમેરિકાની મધ્યાવધિ ચૂંટણીનાં પરિણામો પર નજર રાખી રહ્યા છે. ચૂંટણીનાં પરિણામો મધ્યપૂર્વના સંઘર્ષ, ઊર્જા બજાર, વૈશ્વિક વેપાર અને ટેક્નોલોજી ક્ષેત્રના રોકાણને અસર કરી શકે છે. અમેરિકન શેરબજારમાં અગાઉના સત્રે મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જ્યારે એશિયાઈ બજારોમાં પણ એકસરખી દિશા જોવા મળી નહોતી.
ક્રૂડ ઓઈલના ભાવમાં અગાઉના સત્રના ઘટાડા બાદ થોડો સુધારો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ આશરે ૧૦૬ ડોલરની આસપાસ પહોંચ્યું હતું. જો ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી વધે તો ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી પર દબાણ વધી શકે છે. તેથી વૈશ્વિક ઊર્જા બજારની હલચલ ભારતીય શેરબજાર માટે મહત્વપૂર્ણ રહેશે.
સ્થાનિક બજારમાં કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો મુખ્ય પ્રેરક પરિબળ બની રહ્યાં છે. મજબૂત આવક અને નફામાં વૃદ્ધિ નોંધાવતી કંપનીઓમાં રોકાણકારોની રુચિ વધી રહી છે. બીજી તરફ, ખર્ચમાં વધારો અને નફાના માર્જિન પર દબાણ ધરાવતી કંપનીઓના શેરોમાં સાવચેતી જોવા મળી શકે છે.રૂપિયાની ચાલ, વ્યાજદર અંગેની અપેક્ષાઓ અને સ્થાનિક માંગનું વલણ પણ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા રહે તો ભારતની આયાત અને મોંઘવારી માટે રાહતરૂપ બની શકે છે.
૩ નવેમ્બરના ઉપલબ્ધ રોકડ બજારના આંકડા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI)એ આશરે રૂ. ૬,૮૩૭ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ આશરે રૂ. ૩,૬૭૯ કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી. વિદેશી રોકાણકારોની મજબૂત ખરીદી અગાઉના સત્રની તેજી માટે મહત્વપૂર્ણ આધાર બની હતી.વિદેશી રોકાણકારો સતત ખરીદી જાળવે તો બજારમાં પ્રવાહિતા અને સેન્ટિમેન્ટને વધુ ટેકો મળી શકે છે. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક મૂડીપ્રવાહમાં ફેરફાર પર પણ નજર રાખવી જરૂરી રહેશે.
ક્રૂડ ઓઈલના ભાવમાં અગાઉના સત્રના ઘટાડા બાદ બુધવારે થોડો સુધારો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ આશરે ૧૦૬ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહ્યું હતું. ભારત માટે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો આયાત ખર્ચ અને મોંઘવારીને નિયંત્રિત કરવામાં મદદરૂપ બની શકે છે. જોકે, મધ્યપૂર્વની સ્થિતિમાં ફેરફાર થાય તો ભાવમાં ફરી અસ્થિરતા જોવા મળી શકે છે.સોના અને ચાંદીના ભાવ પર પણ ડોલરની ચાલ, વૈશ્વિક વ્યાજદર અને સુરક્ષિત રોકાણની માંગની અસર રહેશે. તેથી ચીજવસ્તુ બજારના સંકેતો શેરબજારની આગળની દિશા માટે મહત્વપૂર્ણ રહેશે.
ભાવિ દિશા :- આગામી સત્રોમાં ભારતીય શેરબજારનું ટૂંકા ગાળાનું વલણ સકારાત્મક રહી શકે છે, જો વિદેશી રોકાણકારોની ખરીદી ચાલુ રહે, કંપનીઓનાં પરિણામો મજબૂત રહે અને ક્રૂડ ઓઈલના ભાવ નિયંત્રણમાં રહે. રોકાણકારોએ સતત તેજી બાદ ઊંચા સ્તરે ઉતાવળે ખરીદી કરવાને બદલે કંપનીઓનાં પરિણામો, મૂલ્યાંકન અને બજારની ગતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. ટૂંકા ગાળાના વેપારમાં સ્ટોપલોસ અને યોગ્ય જોખમ વ્યવસ્થાપન જાળવવું જરૂરી રહેશે.ભારતીય શેરબજારમાં અગાઉના સત્રોની તેજીનો સકારાત્મક પ્રભાવ યથાવત્ રહ્યો હતો, પરંતુ શરૂઆતમાં મર્યાદિત ખરીદી અને ક્ષેત્રવાર નબળાઈને કારણે સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હતું. વિદેશી રોકાણકારોની ખરીદી, મજબૂત કોર્પોરેટ પરિણામો અને બજારમાં સુધરેલો વિશ્વાસ તેજી માટે આધારરૂપ છે; જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા અને નફારૂપી વેચવાલી આગામી દિશા નક્કી કરશે.
તા.૦૫.૧૧.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે..
- તા.૦૪.૧૧.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૯૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૧૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૮૦ પોઈન્ટ થી ૨૩૮૩૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હિન્દુસ્તાન યુનિલીવર ( ૧૯૫૮ ) :- FMCG સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૧૮૯૩ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૪૨૬ ) :- બેંકિંગ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- સિપ્લા ( ૧૪૦૨ ) :- રૂ.૧૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૫ ના બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઝાયડસ લાઇફ ( ૧૨૦૦ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૨૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૭૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- લોઢા ( ૧૧૨૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા રિયલ એસ્ટેટ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૦૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટીસીએસ ( ૨૪૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૨૪૧૬ થી રૂ.૨૪૦૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૦૩ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- નેસ્લે ઇન્ડિયા ( ૧૨૪૫ ) :- રૂ.૧૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૮૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૨૦ થી રૂ.૧૨૦૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- એક્સિસ બેંક ( ૧૨૩૪ ) :- બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૨૦ થી રૂ.૧૨૦૯ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- હેવેલ્સ ( ૧૦૭૧ ) :- ઇલેક્ટ્રિકલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૪૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- જિંદાલ સ્ટીલ ( ૧૧૫૦ ) :- મેટલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૫ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૨૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

