NIKHIL BHATT
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજારમાં શુક્રવારના રોજ પણ સકારાત્મક વલણ જળવાઈ રહેવાની આશા જોવા મળી હતી. અગાઉના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં પોઇન્ટનો મજબૂત ઉછાળો નોંધાયો હતો. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, કંપનીઓનાં સારા ત્રિમાસિક પરિણામો અને પસંદગીના ક્ષેત્રોમાં વધતી લેવાલીએ બજારને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો.જોકે, આંતરરાષ્ટ્રીય બજારોની નબળાઈ અને ક્રૂડના ઊંચા ભાવને કારણે તેજીની ગતિ મર્યાદિત રહી હતી. એકંદરે, બજારમાં ખરીદીનું વલણ સકારાત્મક હોવા છતાં ઊંચા સ્તરે નફો બુક થવાની શક્યતા યથાવત્ રહી હતી.
બજારમાં તેજીનું મુખ્ય કારણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદી અને કંપનીઓનાં સકારાત્મક પરિણામો રહ્યાં હતાં. અગાઉના સત્રમાં નિફ્ટીના ૫૦માંથી ૩૯ શેરોમાં વધારો નોંધાયો હતો, જે બજારમાં ખરીદીનો વ્યાપ દર્શાવે છે. સ્થાવર મિલકત, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ અને સરકારી બેન્કોના શેરોમાં મજબૂત લેવાલી જોવા મળી હતી. અમેરિકાની કેન્દ્રીય બેન્કે વ્યાજદર યથાવત્ રાખતાં પણ બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. સ્થાનિક માંગની સ્થિરતા અને ત્રિમાસિક પરિણામોની આશાએ રોકાણકારો પસંદગીના શેરોમાં ખરીદી કરી રહ્યા હતા.
બજારની તેજી સામે મુખ્ય પડકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ઊંચા ભાવ અને મધ્યપૂર્વમાં ભૂરાજકીય તણાવનો રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૧૬થી ૧૧૭ ડોલરની આસપાસ રહેતાં ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી અંગે ચિંતા યથાવત્ હતી. અમેરિકાના ટેકનોલોજી શેરોમાં નબળાઈ અને એશિયાના બજારોના નકારાત્મક સંકેતો પણ ભારતીય બજારની તેજીને મર્યાદિત કરી રહ્યા હતા. આ ઉપરાંત, વિદેશી રોકાણકારોની વેચવાલી અને ઊંચા સ્તરે નફો બુક થવાની શક્યતા બજારમાં વધઘટ ઊભી કરી શકે છે.
વૈશ્વિક બજારોમાં મિશ્રથી નબળા સંકેતો જોવા મળ્યા હતા. અગાઉના સત્રમાં અમેરિકાના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે એશિયાના કેટલાક બજારોમાં પણ વેચવાલીનું દબાણ રહ્યું હતું. અમેરિકાની કેન્દ્રીય બેન્કની વ્યાજદર નીતિ અને વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓનાં પરિણામો રોકાણકારોના વલણને અસર કરી રહ્યાં હતાં. તેમ છતાં, ભારતીય બજારમાં સ્થાનિક ખરીદી અને કંપનીઓનાં પરિણામોનો ટેકો મળતાં વૈશ્વિક નબળાઈની અસર મર્યાદિત રહી હતી.
સ્થાનિક બજાર માટે કંપનીઓનાં બીજા ત્રિમાસિક પરિણામો મુખ્ય પ્રેરક પરિબળ બની રહ્યાં હતાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો પ્લેટફોર્મ્સ, સન ફાર્મા અને ભારત ઇલેક્ટ્રોનિક્સ સહિતની કંપનીઓનાં પરિણામો પર રોકાણકારોની નજર કેન્દ્રિત હતી. સારા પરિણામો ધરાવતી કંપનીઓમાં ખરીદી અને અપેક્ષા કરતાં નબળાં પરિણામો ધરાવતી કંપનીઓમાં વેચવાલી જોવા મળી શકે છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી બજારને ટેકો આપી રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ઊંચા ભાવ ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય રહ્યા હતા. ક્રૂડના ભાવમાં સતત વધારો થાય તો આયાત ખર્ચ, પરિવહન ખર્ચ અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા રહે છે. જોકે, બજારમાં કંપનીઓનાં પરિણામો અને સ્થાનિક ખરીદીના ટેકાથી આ નકારાત્મક પરિબળોની અસર અમુક અંશે મર્યાદિત રહી હતી. આગામી સત્રોમાં ક્રૂડના ભાવમાં થતી હલચલ બજારની દિશા માટે નિર્ણાયક રહેશે.
ભાવિ દિશા :
આગામી સત્રોમાં નિફ્ટી માટે ૨૩,૦૦૦નું સ્તર મહત્ત્વપૂર્ણ રહેશે.સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, કંપનીઓનાં પરિણામો અને બેન્કિંગ તથા સ્થાવર મિલકત ક્ષેત્રની મજબૂતી બજારને ટેકો આપી શકે છે.એકંદરે, ભારતીય શેરબજાર માટે સ્થાનિક ખરીદી અને કંપનીઓનાં પરિણામો સકારાત્મક પરિબળો બની રહ્યાં છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને ઊંચા ક્રૂડના ભાવ વચ્ચે પણ બજારમાં તેજીનું વલણ જાળવવાની ક્ષમતા જોવા મળી રહી છે.
તા.૦૨.૧૧.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે..
- તા.૩૦.૧૦.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૧૦૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૨૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૧૭૩ પોઈન્ટ થી ૨૩૨૦૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૨૭૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- બજાજ ફાઇનાન્સ ( ૯૪૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૯૦૯ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- શ્રીરામ ફાઇનાન્સ ( ૮૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૭૮૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઇન્ડસઇન્ડ બેંક ( ૮૫૩ ) :- રૂ.૮૨૮ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૮૦૦ ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૭૮૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
- ડીએલએફ ( ૬૯૪ ) :- રૂ.૬૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૭૦૭ થી રૂ.૭૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૫૩૮ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૫૦૫ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૫૫૪ થી રૂ.૫૬૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- કોટક મહિન્દ્રા બેંક ( ૪૬૨ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૪૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૪૭૪ થી રૂ.૪૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ ( ૩૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૩૦ આસપાસ રોકાણકારે રૂ.૩૫૪ થી રૂ.૩૬૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૨૩ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
- નેશનલ એલ્યુમિનિયમ ( ૩૧૫ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૦૩ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- ભારત પેટ્રોલિયમ ( ૨૮૭ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૨૯૬ થી રૂ.૩૦૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

