New Delhi, તા 17
દેશના ટોચના ઉદ્યોગગૃહ ટાટા સન્સની મુશ્કેલી વધી રહી છે. એક તરફ આ કોર્પોરેટ ગ્રુપમાં હવે ટાટા સમૂહના વડા નેઓલ ટાટા એ વર્તમાન ચેરમેન એન.ચંદ્રશેખર સામે મોરચો માંડયો છે.
તો બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યુ છે કે ટાટા સન્સે શેરબજારમાં લીસ્ટીંગ કરાવવું જ પડશે. રિઝર્વ બેન્કે ટાટા સન્સને અપર લેયર નોન બેન્કીંગ ફાયનાન્સ કંપની તરીકે જે નિયમોનું પાલન કરવાનું હોય તેમાં શેરબજારમાં લીસ્ટીંગ પણ સામેલ છે અને કંપનીએ તે કરાવવું પડશે. કોઈ ખાસ કેસમાં ટાટા સન્સને આ પ્રકારે છુટછાટ આપી શકાશે નહી. રિઝર્વ બેન્કે તા.16ના રોજ ટાટા સન્સને પત્ર લખી આ આખરી નિર્ણયની જાણ કરી છે.
અગાઉ ટાટા સન્સે જ આ અંગે રિઝર્વ બેન્ક સામે કેટલીક સ્પષ્ટતા માંગી હતી. રિઝર્વ બેન્કે ટાટા સન્સને શા માટે લીસ્ટીંગ નિયમમાંથી મુક્તિ આપવી તે માટે કોઈ તેની પાસે કાનુની-કંપની-કાનૂન કે અન્ય રીતે દસ્તાવેજો-પુરાવા હોય તો તે આપવા જણાવ્યું હતું પણ ટાટા સન્સ તે આપવામાં નિષ્ફળ રહી હતી.
હજું ગઈકાલે જ સ્વ.રતન ટાટાના ભાઈ જીમ્મી ટાટાએ પણ તેમના પિતરાઈ નિઓલ ટાટા સામે મોરચો ખોલ્યો છે તે વચ્ચે આરબીઆઈનો આ નિર્ણય હવે નેઓલ ટાટાની મુશ્કેલી વધારી શકે છે.

